Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

દાનહમાં કેન્દ્રીય નાણાં મંત્રીઍ વિકાસ કાર્યોની સમીક્ષા કરી

દાનહમાં કેન્દ્રીય નાણાં મંત્રીઍ વિકાસ કાર્યોની સમીક્ષા કરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા.૦૮ ઃ ભારત સરકારના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણઍ બુધવારે દાદરા નગર હવેલીની મુલાકાત લઈ વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો, આરોગ્ય સેવાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને રમતગમત સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી વિવિધ યોજનાઓ અને સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.

નાણાં પ્રધાને સ્પોર્ટ્સ ઍરિનાની મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ આધુનિક રમતગમત સુવિધાઓનું અવલોકન કર્યું હતું. તેમણે ખેલાડીઓ અને કોચ સાથે સંવાદ કરી રમતગમત પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી અને યુવાનોને રમતમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે રમતગમત માટે વિકસાવવામાં આવેલી આધુનિક સુવિધાઓની પ્રશંસા કરી હતી.

ત્યારબાદ તેમણે નામો મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કોલેજમાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, પ્રયોગશાળાઓ, તાલીમ વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવતી મેડિકલ શિક્ષણ વ્યવસ્થાની માહિતી મેળવી હતી. તેમણે મેડિકલ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે પણ સંવાદ કર્યો હતો. પછી નાણાં પ્રધાને નામો મેડિકલ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, આધુનિક મેડિકલ ઉપકરણો, દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ અને વિવિધ વિભાગોની કામગીરી અંગે તેમણે માહિતી મેળવી હતી. આ દરમિયાન હોસ્પિટલ પ્રશાસન અને ડોક્ટરો સાથે આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. નાણાં પ્રધાને ઝંડા ચોક સ્થિત સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર શાળાની પણ મુલાકાત લીધી હતી. તેમણે શાળાનું પરિસર, વર્ગખંડો અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરી શિક્ષણ વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે નૈતિક મૂલ્યો અને શિસ્તના મહત્વ અંગે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.