Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ધોડીપાડામાં પાણી પુરવઠા અને વીજ પ્રશ્નોને લઈ સમીક્ષા બેઠક યોજાઈ

ધોડીપાડામાં પાણી પુરવઠા અને વીજ પ્રશ્નોને લઈ સમીક્ષા બેઠક યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૦૮ ઃ ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે પાણી પુરવઠા વિભાગ અને ડીજીવીસીઍલ કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં તાલુકા વિસ્તારને લગતા વિવિધ પ્રશ્નો સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકાના સરપંચો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.

બેઠક દરમિયાન સોળસુંબા વિસ્તારમાં ઉભી થયેલી પાણીની સમસ્યા સહિત તાલુકાના અન્ય ગ્રામિણ વિસ્તારોમાં વીજ પુરવઠા અને વીજ વિભાગને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત પ્રતિનિધિઓઍ ગ્રામજનોને પડી રહેલી હાલાકી અંગે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકર ઍ સંબંધિત અધિકારીઓને લોકોની સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ લાવવા જરૂરી કામગીરી હાથ ધરવા તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રામિણ વિસ્તારોમાં પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓમાં કોઈપણ -કારની અવરોધજનક સ્થિતિ ન સર્જાય તે માટે તંત્રઍ ઝડપી અને અસરકારક પગલાં લેવા જરૂરી છે.

બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓઍ પણ રજૂ થયેલા પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ લાવવા પ્રાથમિકતા આધારે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.