ભાગડાવાડામાં રેતી ભરેલો ટેમ્પો રિવર્સ લેતા મહિલાનું મોત
- byDamanganga Times
- 09 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૮ ઃ વલસાડ નજીક ના ભાગડાવાડા ગામમાં આવેલી રાજેશ્રી નગર સોસાયટી પાસે રેતી ભરેલો ટેમ્પો અચાનક રિવર્સમાં આવતા વીજ થાંભલો અને ઘરની દિવાલ ધરાશાયી થઈ અને ઍક મહિલાને અડફેટમાં લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે. વલસાડ શહેર નજીકના ભાગડાવાડા ગામના નવી નગરી વિસ્તારમાં આવેલી રાજેશ્રી નગર સોસાયટી પાસે ઍક રેતી ભરેલો ટેમ્પો અચાનક બેકાબુ બનીને રિવર્સમાં આવવા લાગ્યો હતો. ટેમ્પોની ઝડપ અને વજન વધારે હતું કે, ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો. રિવર્સમાં આવતા ટેમ્પોઍ રસ્તામાં આવતા ઍક વિજ થાંભલાને સાથે અથડાતા થાંભલો તૂટી ગયો હતો. જ્યારે બાજુમાં ઘરની દીવાલ તોડી તેની અંદર ઘૂસી ગયો હતો. જ્યારે રોડ પરથી સવારે ૮ઃ૩૦ કલાકે પસાર થતી સુજીતાબેન મોહનભાઈ ટંડેલ ઉંમર વર્ષ ૫૨ રહે રાજેશ્રી નગર કોસંબા રોડ ભાગડાવડા વલસાડ ને અડફેટમાં લેતા તેને માથા તેમજ શરીરે ગંભીર થતા તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મરણ જનાર સુજીતાબેન ટંડેલ નો પતિ મોહનભાઈ ટંડેલ અને તેમના બે દીકરા કુશાંગ અને કેનિસ જેવો સીપમાં બહારગામ હોવાનું જાણવા મળ્યું છે. મરણ જનાર સુજીતાબેન ટંડેલ દરરોજ નજીકમાં આવેલા આશાપુરા માતાજી મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે આજે પણ દર્શન કરી ઘરે પરત પરથી વખતે રેતી ભરેલા ટેમ્પા ઍ સુજીતાબેનને અડફેટે લેતા તેનું મોત નીપજવાની ઘટના બની હતી. અકસ્માતની ઘનતા બનતા આજુબાજુના લોકો દોડી ગયા હતા ત્યારે ટેમ્પો ચાલાક અને પોલીસ મથકે લઈ ગયા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઍટલું જ નહીં, બાજુમાં આવેલી ઍક ઘરની દિવાલ તોડીને અંદર ઘૂસી ગયો અને રોડ પરથી પસાર થઈ રહેલી ઍક મહિલાને અર્કિટમાં લેતા ગંભીરિજા પહોંચી હતી. મહિનાના તાત્કાલિક વલસાડની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
