Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

લવાછામાં પત્નીની હત્યાના આરોપીની જામીન અરજી નામંજૂર

લવાછામાં પત્નીની હત્યાના આરોપીની જામીન અરજી નામંજૂર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૮ ઃ વાપીના લવાછા પીપરીયા વિસ્તારમાં રહેતા તુલસી કુમાર સોમનાથ બિંદુ ઉંમર વર્ષ ૨૮ અને તેમની પત્ની નિભા કુમારી ઉંમર વર્ષ ૨૬ તેમજ બે બાળકો સાથે રહેતા હતા જે દરમિયાન તા. ૨-૧-૨૦૨૪ ના રોજ બાળકો માટે ઘડિયાળ મંગાવવાના મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિઍ પત્નીને ગળામાં ગમછા વડે ફાસો આપી હત્યા કરવામાં આવી હતી.

જેમાં ડુંગરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી તુલસી કુમાર સોમનાથ બિંદુની અટકાયત કરી કોર્ટમાં ચાર સીટ રજૂ કરાઈ હતી.

આ દરમિયાન આરોપી જેલમાં હોય તેઓઍ હાલમાં તેમના બે બાળકોની ફી ભરવાના મુદ્દે વાપીના ઍડિશનલ સેશન જજ પુષ્પા શેનીની કોર્ટમાં ૩૦ દિવસ માટે વચગાળાની જામીન માંગી હતી. જે અંગે ડીજીપી અનિલ ત્રિપાઠીની ધારધાર રજૂઆત અને આરોપી પુરાવાનો નાશ કરશે. 

તેમજ ધાક-ધમકી આપશે અને જો તે મૂળ બિહારનો વતની હોય વચગાળાના જામીન બાદ ગાયબ થઈ જશે તેવી રજૂઆતને ધ્યાને લઈ વાપીના ઍડિશનલ સેશન જ પુષ્પા શેનીઍ આરોપી તુલસી સોમનાથ બિંદુની વચગાળાની જામીન અરજીના મંજુર કરવાનો હુકમ કરાયો છે.