Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી શાકભાજી માર્કેટમાં આગામી દિવસોમાં લાઈન દોરી પડાશે

વાપી શાકભાજી માર્કેટમાં આગામી દિવસોમાં લાઈન દોરી પડાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૮ ઃ વાપીમાં વ્હોરા મસ્જિદથી લઇ મચ્છી  માર્કેટ સુધી રોડ ઉપર બંને તરફ શાકભાજીના વેપારીઓ અને પથારાવાળા રોડ માર્જીનમાં દબાણ કરી દેતા હોવા અંગે વારંવાર વિવાદ સર્જાતા મહાનગરપાલિકા દ્વારા થોડા મહિના પૂર્વે મોટાપાયે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરી દબાણ હટાવ્યા બાદ રોડ વચ્ચે ડિવાઈડર ઉભાકરી દેવામાં આવ્યા જે બાદ વેપારીઓને કડક સૂચના આપી પોલીસ બંદોબસ્ત ગોઠવેલો જોકે વેપારીઓમાં ભારે નારાજગીને લઇ ચૂંટણી સમયે કેટલાક નેતાઓઍ આ વેપારીઓને બેસ માટે લાઈન દોરી પડી આપવાની ખાતરી આપેલી હતી જેનો અમલ આગામી દિવસોમાં મહાનગરપાલિકામાં નવી બોડી સત્તાગ્રહણ કરશે જે બાદ અમલ કરશે તેવું જાણવા મળ્યું છે.