Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીમાં ત્રીજા સબ-રજિસ્ટ્રારની નિમણૂક કરવા મુખ્યમંત્રીને રજૂઆત

વાપીમાં ત્રીજા સબ-રજિસ્ટ્રારની નિમણૂક કરવા મુખ્યમંત્રીને રજૂઆત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૮ ઃ  વલસાડ જિલ્લા રિયલ ઍસ્ટેટ ડેવલપર ઍસોસિઍશનના -મુખ અશોકભાઈ ભાનુશાલીઍ ગુજરાતના મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલ અને લેખિતમાં રજૂઆત  કરી કે   વાપી મહાનગરપાલિકા બન્યા બાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો શહેરમાં સમાવેશ થતા અહીં રિયલ ઍસ્ટેટ ક્ષેત્રે મોટો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, વધતા જતા વ્યવહારોની સામે વહીવટી તંત્ર ટૂંકું પડી રહ્નાં હોવાથી, વાપીમાં તાત્કાલિક ધોરણે ૅત્રીજા સબ-રજિસ્ટ્રારૅ ની નિમણૂક કરવાની માંગણી સાથે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.હાલમાં વાપીમાં બે સબ-રજિસ્ટ્રાર કચેરીઓ કાર્યરત છે, પરંતુ દસ્તાવેજ નોંધણી માટેના સ્લોટ (ટોકન) મેળવવા અત્યંત મુશ્કેલ બન્યા છે. અરજદારોને ૧૫ થી ૨૦ દિવસ સુધી વેટિંગમાં રહેવું પડે છે.

?આર્થિક નુકસાનૅં દસ્તાવેજ નોંધણીમાં થતા વિલંબને કારણે બેંક લોન, પેમેન્ટ શિડ્યુલ અને -ોજેક્ટની ટાઈમલાઈન પર સીધી અસર પડી રહી છે. આનાથી બિલ્ડરો અને ગ્રાહકો બંને પર વ્યાજનું આર્થિક ભારણ વધી રહ્નાં છે.

નોંધણી -ક્રિયા ધીમી હોવાને કારણે સરકારને મળતી કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં પણ વિલંબ થઈ રહ્ના છે.

વહીવટી સરળતા (ર્ચ્ીસ્ન્ફૂ ંશ્ ઝ઼ંજ્ઞ્િઁં ગ્્યસ્ન્જ્ઞ્ઁફૂસ્ન્સ્ન્) ની માંગ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, વાપીના ઔદ્યોગિક અને રહેણાંક મહત્વને ધ્યાને લેતા અહીં ત્રીજા સબ-રજિસ્ટ્રારની નિમણૂક અનિવાર્ય છે. જો નવી કચેરી અથવા ત્રીજા સબ-રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવે ટીતો મિલકત ધારકોને પારદર્શક અને ઝડપી સેવા મળશે. રિયલ ઍસ્ટેટ ક્ષેત્ર અને વાપીના સર્વાંગી વિકાસને વેગ મળશે. સ્થાનિક સંગઠનો અને રિયલ ઍસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી ને યોગ્ય ઘટિત કાર્યવાહી કરવા ની માંગ  કરવામાં આવી છે.