Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી મનપાઍ નવી ૧૭ સંસ્થાની નોધણી કરી રૂ.૧.૮૦ લાખ વસૂલ્યા

વાપી મનપાઍ નવી ૧૭ સંસ્થાની નોધણી કરી રૂ.૧.૮૦ લાખ વસૂલ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૮ ઃ વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં ગુમાસ્તાધારા લાયસન્સ અને પ્રોફેશનલ ટેક્ષ માટે તપાસ હાથ ધરીને ઍક માસમાં કુલ ૭૪ નવા કરદાતાની નોંધણી કરવામાં આવી હતી અને લાયસન્સ લીધા વગર તથા ટેક્ષ ભર્યા વગર ધંધો કરતાં હોવાથી કાર્યવાહી કરી સ્થળ પર જ ૧૭ સંસ્થાની નોંધણી કરી રૂ.૧.૮૦ લાખની વસૂલાત કરવામાં આવી હતી. 

વાપી મહાનગરપાલિકાના કમિશ્નર યોગેશ ચૌધરીઍ નવા કરદાતા શોધવાની આપેલ સૂચના અન્વયે ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર તથા તેમની  ટીમ દ્વારા ગત ઍક માસ દરમ્યાન વિવિધ વ્યવસાયિક સંસ્થાઓમાં તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં કુંતા, વટાર વગેરે વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક કંપનીઓમાં લાયસન્સ લીધા વગર તથા ટેક્ષ ભર્યા વગર ધંધો કરતાં ૧૭ માલિકની સ્થળ પર જ નોંધણી કરવામાં આવી હતી અને રૂ.૧.૮૦ લાખની વસૂલાત કરવામાં આવી હત્તી. ગત ઍક માસ દરમ્યાન પ્રોફેશનલ ટેક્ષની કુલ રૂ.૯૨.૭૨ લાખની વસૂલાત કરવામાં આવી હતી. ગુમાસ્તાધારાના નિયમમાં સરકાર દ્વારા હાલમાં સુધારો કરવામાં આવ્યો છે તેની જાણકારી પણ આપવામાં આવી હતી. 

જે મુજબ સસ્થામાં કર્મચારીની સંખ્યા હવે ૧૦ ને બદલે ૨૦ કે તેથી વધુ હોય તો ફરજિયાત નોંધણી કરાવીને ફી ભરવાની થાય છે. તથા ૨૦ થી ઓછા કર્મચારી હોય તો વાપી મહાનગરપાલિકામાં માત્ર જાણ કરવાની થાય છે. આગામી સમયમાં આ અભિયાન વધુ સખ્તાયથી કરવામાં આવશે અને દંડાત્મક કાર્યવાહી થશે.