ડાંગના બોરખેતમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત
- byDamanganga Times
- 08 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૦૭ ઃ ડાંગ જિલ્લાના બોરખેત ફોરેસ્ટ ચેકપોસ્ટ નજીક આજે ઍક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે આશાસ્પદ યુવકોઍ જીવ ગુમાવ્યા છે. પ્રા વિગતો અનુસાર, મહારાષ્ટ્ર તરફથી પૂરઝડપે આવી રહેલી મહિન્દ્રા ઍકસુવી કાર નં. જીજે ૧૬ બીઍન ૦૮૦૦ ઍસામેથી આવી રહેલી બાઇક નં. જીજે ૦૫ કેપી ૦૦૬૬ને જોરદાર ટક્કર મારી અડફેટમાં લીધી હતી. આ અકસ્માત ઍટલો ભીષણ હતો કે બાઇક સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનાની વિગત ઍવી છે કે, આહવા શહેરના બે યુવાનો પોતાની બાઇક પર સવાર થઈને બોરખેત તરફ જઈ રહ્ના હતા. તે દરમિયાન બોરખેત ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે સામેથી આવતી મહિન્દ્રા ઍકસુવી કારની અડફેટમાં તેઓ આવી ગયા હતા. આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.હાલમાં આહવા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આહવા પોલીસની ટીમે બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તપાસ દરમિયાન મૃતક યુવકોની ઓળખ થતાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ સમાચાર મળતા જ યુવકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.હાલમાં આહવા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
