ધમડાચી હાઈવે પર અકસ્માતમાં ઍકને ઈજા
- byDamanganga Times
- 08 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ તાલુકાના તલવાડા ગામના અતુલ ફળિયામાં સુભાષભાઈ મધુભાઈ હળપતિની દીકરી સંગીતાબેન સુભાષભાઈ હળપતિ રહે છે. ગઈ તારીખ ૧૪/ ૪/૨૦૨૬ ના સવારે ૮ કલાકે સંગીતાબેન પોતાની સાઇકલ લઇ વલસાડના ગુંદલાવ થી ધરમપુર ચાર રસ્તા તરફ સર્વિસ રોડ પરથી જતી વખતે ધમડાચી ગામના પીળું ફળિયા નેશનલ હાઇવે નંબર ૪૮ પર જતી વખતે પૂર ઝડપે દોડી રહેલી ટ્રક નં-ઞ્થ્-૧૫-ખ્હ્-૮૨૧૭ નો ચાલક સંજયભાઇ રમેશભાઈ ગ રાસીયા રહે-અતુલ ફળીયા સેગવા તા.જીવલસાડ ઍ સાયકલ પર જઈ રહેલી સંગીતાબેન હળપતિને અડફેટમાં લેતા ડાબા હાથનાં આંગળાનાં ભાગે ફેકચર તથા શરીરના ડાબા ભાગે પાંસળીમાં ફેકચર તથા બન્ને પગનાં ઘુંટણના ભાગે પીઝા થતા તેને તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં અર્થે દાખલ કરવામાં આવી છે. જે અંગે સુભાષભાઈ હળપતિઍ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
