Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ડુંગરામાં દુષ્કર્મના આરોપી પિતાની જામીન અરજી નામંજુર

ડુંગરામાં દુષ્કર્મના આરોપી પિતાની જામીન અરજી નામંજુર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૭ ઃ વાપીના ડુંગરામાં બાર વર્ષની સગીરા પર પોતાના પિતાઍ જ વારંવાર બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા માં આવતા પોલીસે નરાધમ પિતા સંજય ઝઘરામ ગૌતમની અટકાયત કરી ગુનો દાખલ કરાયો હતો જે અંગે ચાર સીટ વાપી કોર્ટમાં રજૂ કરાતા જ આરોપીઍ જામીન માટે કરેલ અરજી પ્રોકશો કોર્ટના જજ દ્વારા નામંજૂર કરવાનો હુકમ કરાયો છે.

વાપીના ડુંગરા ગારમેન્ટ ઝોન વિસ્તારમાં રહેતા મૂળ યુપીના ઍક પરિવાર માં પોતાના પિતાઍ જ તેમની બાર વર્ષની દીકરી ઉપર તેમની પત્નીની ગેરહાજરીમાં દુષ્કર્મ કર્યા બાદ જો કોઈને કહેશો તો ધ્યાનથી મારી નાખવાની ધમકી આપતા સગીરા ઘરમાંથી ભાગી જઈ નજીકના ઍક દુકાનદારને આપવી તે જણાવી ડુંગરા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. જે ઘટનામાં પોલીસે આરોપી સંજય ઝઘરામ ગૌતમ ઉંમર વર્ષ ૩૫ ની અટકાયત કરી હતી આરોપી મૂળ ઉત્તર પ્રદેશના સિધ્ધનાથ નગર નાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી જે માં ડુંગરા પોલીસ છે. તપાસ પૂર્ણ કરી વાપીના સ્પેશિયલ પોકશો કોટનના નામદાર જજ સમક્ષ ચાર સીટ રજૂ કરાઈ હતી જે અંગે આરોપી સંજય ગૌતમ દ્વારા જામીન મેળવવા માટે અરજી કરાઈ હતી. 

જેમાં વાપીના પોક્સો ઍક્ટ હેઠળના સ્પેશિયલ જજ ડૉ. ઍચ ઍન વકીલઍ પોતાની ૧૨ વર્ષની સગી દીકરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી પિતા સંજય જગરામ ગૌતમની જામીન મુક્ત થવા કરેલ રેગ્યુલર જામીન અરજી સંદર્ભે ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ના રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.