વાપી જીઆઇડીસી થર્ડ ફેઝના શ્રી મહફલેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ સંપન્ન
- byDamanganga Times
- 08 May, 2026
દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ
વાપી , તા. ૦૭ ઃવાપી જીઆઇડીસી થર્ડ ફેઝના કોચરવા વાડિયાવાડ વિસ્તારમાં આવેલ શ્રી મહફલેશ્વર મહાદેવ મંદિરે આજે ભક્તિ અને આસ્થાથી ભરેલો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. મંદિરના ટ્રસ્ટી તેમજ હરિઓમ મિત્ર મંડળના ધીરુભાઈ અને તેમની ટીમના નેતૃત્વ હેઠળ મંદિરનો ૨૪મો પાઠોત્સવ ઉજવવામાં આવ્યો તેમજ મંદિરઍ પોતાના ૨૫મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો.
આ પ્રસંગે શાંતિ હવન, પૂજા-અર્ચના અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન પૂજન કરી વિસ્તારના સુખ-શાંતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આયોજિત મહાપ્રસાદમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓઍ હાજરી આપી પ્રસાદનો લાભ લીધો અને ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રા કર્યા। સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. શ્રદ્ધાળુઓઍ આ આયોજનને ધાર્મિક આસ્થા, સામાજિક ઍકતા અને પરંપરાનું પ્રતિક ગણાવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ધીરુભાઈ, તેમની ટીમ, હરિઓમ મિત્ર મંડળ, મંદિર સમિતિ તેમજ સ્થાનિક શ્રદ્ધાળુઓઍ વિશેષ સહયોગ આપ્યો હતો.
