ડાંગ જિલ્લામાં મીની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ
- byDamanganga Times
- 08 May, 2026
દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ
સાપુતારા , તા. ૦૭ ઃ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ભરઉનાળાની ઋતુમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક ગામડાઓમાં મીની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ખાસ કરીને ખેડૂતોનાં આંબા, ફળફળાદી તેમજ શાકભાજીના પાકોને ભારે નુકસાન પહોંચ્યાની માહિતી મળી રહી છે.ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત બોરખલ, શામગહાન, ગલકુંડ, ડોન, ચીંચલી, ગડદ અને આહવા સહિતના સરહદી ગામોમાં વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાતા માર્ગો પર પાણીની રેલમછેલ જોવા મળી હતી.ઉનાળાની ઋતુ દરમિયાન જિલ્લામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા સ્થાનિકોમાં અડ્ઢર્ય ફેલાયું હતુ. કમોસમી વરસાદ બાદ ગિરિમથક સાપુતારાનું વાતાવરણ વધુ આહલાદક બન્યું હતુ. ઉનાળાની રજાઓ માણવા આવેલા પ્રવાસીઓઍ ઠંડક અને વરસાદી માહોલનો આનંદ માણી નવી તાજગીનો અનુભવ કર્યો હતો. સાપુતારામાં હવામાન ખુશનુમા બનતા વિવિધ પ્રવાસન સ્થળોઍ પણ ચહલપહલમાં વધારો નોંધાયો હતો.જો કે બીજી તરફ વરસાદ અને પવનના કારણે ખેડૂતોને પાક નુકસાનનો સામનો કરવો પડતા ખેતી આધારિત પરિવારોમાં ચિંતા વ્યાપી છે. હાલમાં ડાંગનાં ખેડૂતો દ્વારા નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી યોગ્ય વળતર અને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
