વાપીમાં હરિયા પ્રીમિયર લીગ ૪.૦ યોજાયું
- byDamanganga Times
- 08 May, 2026
દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ
વાપી , તા. ૦૭ ઃ શ્રી ઍલ. જ઼ી.હરિયા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન ઍલ્યુમની વેલ્ફર દ્વારા ક્રિકેટ પ્રેમીઓ માટે હરિયા પ્રીમિયર લીગ૪.૦ નો આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનું આ વર્ષ ચોથું સંસ્કરણ છે.
આ ટુર્નામેન્ટ શ્રી ઍલજી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલનાંમેદાનમાં ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ મળીને કુલ ૮ ટીમો બનાવીક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી.૨૦૨૬ શ્રી ઍલ જી હરિયાનું રૂબી જ્યુબલી વર્ષની ઉજવણી પણ થઈ રહી છે તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આ ટુર્નામેન્ટ પણ રૂબી જ્યુબલીનાં ભાગ રૂપે જોવા મળી. આ ખાસ દિવસે ઉપસ્થિત ઍવા શ્રી કૌશિક હરિયા ઍજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન ઍ. કે. શાહ ઉપસ્થિત રહ્ના હતા તથા રમેશશાહ, તુષારશાહ તથા અન્ય બીજા મહાનુભાવોઍ પણ ઍમનો સમય ફાળવીને હાજરી આપી હતી.
ણ્ભ્ન્- સીઝન ૪- ચેમ્પિયન્સ અને ઍવોર્ડ સેલિબ્રેશન. સીઝનના ૪નાં ચેમ્પિયન થયા હતા રોયલ ટાઇટન્સ (ઓનર અશ્વિન સિંહ). રનર્સ -અપ ટીમ પાવર રેન્જર્સ (ઓનર રાહુલ શર્મા) વ્યક્તિગત ઍવોર્ડ- પ્લેયર ઓફ ધ સીરીઝ- શ્યામ ( પાવર રેન્જર્સ), બેસ્ટ બેસ્ટ મેન સુનિલ કસવાન( રોયલ ટાઇટન્સ), બેસ્ટ બોલર- અભિષેક( રોયલ ટાઇટન્સ), બેસ્ટ ફિલ્ડર - આયુષ (રોયલ ટાઇટન્સ), ફાઇનલ મેન ઓફ ધ મેચ- પ્રિયાંશુ ચૌહાણ રહ્ના હતા. આ બધા જ વિજેતાઓ અને ખેલાડીઓને ઍમનાખૂબ જ સુંદર આયોજન બદલ અને પુરસ્કાર પ્રા માટે શાળાના શ્રી કૌશિક હરિઆ ઍજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન ઍ. કે. શાહ, મેનેજિંગ ટ્રસ્ટી બિમલ હરિયા, શાળાના આચાર્ય બિન્ની પોલ તથા શાળાના સ્ટાફ મેમ્બર્સ દ્વારા ઍલ્યુમની વેલફેર દ્વારા આયોજિત હરિયા પ્રીમિયર લીગ ૪.૦ ની ટીમનાં ઓનર્સ, ખેલાડીઓને, ટુર્નામેન્ટ ના સ્પોન્સર્સ સલીમ ખાન અને અન્ય સ્પોન્સર્સનો હૃદય પૂર્વક આભાર, અભિનંદન પ્રદાન કરે.
