દાભેળની દિવ્ય જ્યોતિ શાળાનું ગૌરવ : SSC બોર્ડમાં જાનવી નીથાલીરામ જિલ્લા ટોપર
- byDamanganga Times
- 08 May, 2026
દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ
વાપી , તા. ૦૭ ઃ દિવ્ય જ્યોતિ ઇંગ્લિશ હાયર સેકન્ડરી સ્કૂલ અને દિવ્ય જ્યોતિ હિન્દી મિડિયમ સ્કૂલે લ્લ્ઘ્ બોર્ડ પરીક્ષા ૨૦૨૫–૨૬માં ફરી ઍકવાર ઉત્તમ પરિણામ મેળવી સમગ્ર દમણ વિસ્તારમાં ગૌરવની લાગણી સર્જી છે.
હિન્દી મિડિયમ વિભાગે શાનદાર ૧૦૦ ટકા પરિણામ પ્રા કર્યું છે, જ્યારે ઇંગ્લિશ મિડિયમ વિભાગે ૯૯ ટકા પરિણામ મેળવી ઉત્તમ સફળતા હાંસલ કરી છે, જેમાં ૯૯માંથી ૯૮ વિદ્યાર્થીઓ સફળ રહ્ના છે.
આ વર્ષની સૌથી ગૌરવપૂર્ણ સિદ્ધિ તરીકે વિદ્યાર્થીની જાનવી નીથાલી રામઍ ૯૫.૫૦ ટકા ગુણ સાથે જિલ્લા ટોપર બની સ્કૂલનું નામ રોશન કર્યું છે.
ઇંગ્લિશ મિડિયમના ટોપર્સ પ્રથમ ક્રમ તથા જિલ્લા ટોપર જાનવી નીથાલી રામ – ૯૫.૫૦ ટકા દ્વિતીય ક્રમ સોના વિકાસ સિંહ – ૯૩.૮૩ ટકા તૃતીય ક્રમ શાશ્વત દેવાનંદ ભિસે – ૯૩ ટકા હિન્દી મિડિયમના ટોપર્સ પ્રથમ ક્રમ હેમા પપ્પુ કશ્યપ – ૮૭.૮૩ ટકા દ્વિતીય ક્રમ આયુષ મનશારામ – ૮૨.૫૦ ટકા તૃતીય ક્રમ વિશ્વકર્મા રિયા મનિન્દ્ર – ૮૧.૮૩ ટકા.
આ અવસરે સ્કૂલ મેનેજમેન્ટે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું આ ઉત્તમ પરિણામ તેમની મહેનત, શિક્ષકોના સમર્પિત માર્ગદર્શન અને વાલીઓના સતત સહકારનું પ્રતિબિંબ છે. ખાસ કરીને જાનવી નીથાલી રામે જિલ્લા ટોપર બની સ્કૂલ અને સમગ્ર જિલ્લામાં ગૌરવ વધાર્યું છે. મામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. દિવ્ય જ્યોતિ સ્કૂલ્સ ગુણવત્તાસભર શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધારવાની પોતાની પ્રતિબદ્ધતા સતત જાળવી રાખી છે.
