વાપીમાં ય્વ્ચ્ હેઠળ પ્રવેશ આપવા શાળાનો ધરાર ઈન્કાર !
- byDamanganga Times
- 07 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૬ ઃ રાઈટ ટુ ઍજ્યુકેશન હેઠળ વાપીમાં પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થઈ પરંતુ કેટલીક શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને તથા તેના વાલીને અન્ય શાળામાં પ્રવેશ લેવા માટે દબાણ કરાઈ રહ્નાં છે. જોકે ગરીબ જરૂરિયાતમંદ લોકો ના બાળકોને હાઈફાઈ કહેવાથી શાળામાં પ્રવેશ ન આપવો તે અંગેના અનેક બહાના થી વાલીઓમાં ભારે ચિંતાનો વિષય બન્યો છે.
રાઇટ ટુ ઍજ્યુકેશન અધિનિયમ ૨૦૦૯ હેઠળ વલસાડ જિલ્લામાં અને વાપી પંથકમાં ધોરણ ઍકમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની ફાળવણી જાહેર કરવામાં આવી છે અને ચાર મહિના રોજ આ જાહેર કરાયેલા પ્રથમ રાઉન્ડમાં વાપી શહેરમાં અનેક ખાનગી શાળાઓમાં નિયમ મુજબ ૨૫્રુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો થાય છે જે અંગે વાપીની કેટલીક અગાઉ પણ ચર્ચામાં આવેલી ઍવી શાળાના સંચાલકો અને પ્રિન્સિપાલ દ્વારા આજે કેટલાક રાઇટ ટુ ઍજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીના પિતા અને વિદ્યાર્થીને તેમની શાળામાં પ્રવેશ લેવા માટે ના પાડી રહ્ના છે અને તેઓ ફરીથી અરજી કર્યા અને અન્ય શાળામાં પ્રવેશ મેળવે તેમ જણાવી રહ્ના છે જોકે આ અંગે વાલીઓઍ જણાવ્યું છે કે તમારી શાળાની ઍક્ટિવિટી જે ફ્રી છે તે અમે ચૂકવશું પરંતુ અમારા બાળકને તમારી શાળામાં પ્રવેશ મળ્યો છે તો અહીં જ અભ્યાસ કરવા દો પરંતુ આ વાપીની ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી અને કોઈ ઍક ચોક્કસ ધર્મને આધારિત આ શાળાના સંચાલક અને પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને હેરાન પરેશાન કરી રહ્ના છે જેવી ફરિયાદ ઊઠવા પામી છે જોકે આ અંગે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરશે કે કેમ તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્ના છે પરંતુ જો તેઓ સરકાર દ્વારા પ્રવેશ અપાયેલા વિદ્યાર્થીઓને અન્યાય થતો અટકાવશે કે કેમ તેવા પ્રશ્નો પણ વાલીઓમાં થઈ રહ્ના છે જે અંગે કેટલાક વાલીઓ જાહેરમાં આવી વાપીની ખાનગી સ્કૂલના સંચાલકો અને પ્રિન્સિપાલ સામે ફરિયાદ કરવાની તજવીજ પણ કરી રહ્ના છે.
