Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

થ્રીડીનું ધો.૧૦નું ૯૧.૩૪ ટકા પરિણામ

થ્રીડીનું ધો.૧૦નું ૯૧.૩૪ ટકા પરિણામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૦૬ ઃ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે ગુજરાત બોર્ડ ધોરણ-૧૦ના પરિણામોમાં સતત ત્રીજા વર્ષે ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે જાહેર કરાયેલા પરિણામોમાં સંઘ પ્રદેશનું કુલ પરિણામ ૯૧.૩૪ ટકા રહ્નાં, જે ગુજરાત બોર્ડના ૮૩.૮૬ ટકાના સરેરાશ પરિણામ કરતાં ૭.૪૮ ટકા વધુ છે.

સંઘ પ્રદેશમાંથી કુલ ૩૬૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્ના હતા, જેમાંથી ૩૩૫૨ વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. પ્રશાસન મુજબ શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા સતત સુધારાઓ અને ગુણવત્તા આધારિત શિક્ષણના પ્રયાસોનું આ પરિણામ છે.

પાસિંગ ટકાવારીમાં દીવે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પોતાનું પ્રથમ સ્થાન યથાવત રાખ્યું છે, જ્યારે દમણ જિલ્લો બીજા ક્રમે રહ્ના હતો. દાદરા નગર હવેલી જિલ્લામાં ગયા વર્ષની સરખામણીઍ ૩.૦૭ ટકાનો સુધારો નોંધાયો છે, જ્યારે દમણ જિલ્લામાં ૧.૪૬ ટકાનો વધારો નોંધાયો છે.

પ્રશાસન મુજબ દાયકાથી પહેલાં બોર્ડ પરીક્ષાનું પરિણામ માત્ર ૫૦થી ૬૦ ટકા વચ્ચે રહેતું હતું, પરંતુ શિક્ષણ ક્ષેત્રે આધુનિક સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ શિક્ષણ અને સતત શૈક્ષણિક મોનીટરીંગના કારણે પરિણામોમાં સતત સુધારો જોવા મળ્યો છે.

આ વર્ષે જાહેર થયેલા મેરિટ પરિણામમાં પ્રભાત સ્કોલર્સ ઍકેડેમી સ્કૂલ, સેલવાસની કાજોલ આદિત્ય નારાયણ સિંહ તથા દિવ્યજ્યોતિ વિદ્યાલય, દમણની જાનવી નિથાલી રામે ૯૫.૫૦ ટકા ગુણ મેળવી સંઘ સ્તરે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમા, દમણની સિયા વિનોદભાઈ પટેલે ૯૫.૩૩ ટકા ગુણ મેળવી બીજા ક્રમે સ્થાન મેળવ્યું છે. જ્યારે ફાયર ઍન્જલ્સ ઇંગ્લિશ સ્કૂલની વિદ્યાર્થીની આરુષિ સુશીલ તિવારીઍ ૯૫.૧૭ ટકા ગુણ મેળવી ત્રીજું સ્થાન પ્રા કર્યું છે. પ્રશાસને સફળ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે આ પરિણામોથી હજારો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના નવા દ્વાર ખુલ્યા છે. નિષ્ફળ વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા દ્વારા વધુ ઍક તક આપવામાં આવશે.