આજથી સેલવાસ સરકારી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
- byDamanganga Times
- 07 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૦૬ ઃ ડૉ. ઍપીજે અબ્દુલ કલામ ગવર્નમેન્ટ કોલેજ, સેલવાસ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા અંગે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. ગુજરાત કોમન ઍડમિશન સર્વિસ (ઞ્ઘ્ખ્લ્) હેઠળ દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવના ૧૨મા ધોરણ પાસ વિદ્યાર્થીઓઍ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. કોલેજ પ્રશાસન મુજબ ઓનલાઇન નોંધણી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા ૭ મે ૨૦૨૬થી શરૂ થઈ ૨૮ મે ૨૦૨૬ સુધી ચાલુ રહેશે. ઉમેદવારોઍ ઞ્ઘ્ખ્લ્ પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે. નોંધણી ફી રૂપિયા ૩૦૦ નક્કી કરવામાં આવી છે, જે ઓનલાઈન ચૂકવવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયામાં દસ્તાવેજ ચકાસણી ફરજિયાત રાખવામાં આવી છે. ચકાસણી પ્રક્રિયા ૭ મેથી ૨૮ મે દરમિયાન ડોકમર્ડી સ્થિત ડૉ. ઍપીજે અબ્દુલ કલામ ગવર્નમેન્ટ કોલેજ ખાતે કરવામાં આવશે. કોલેજ દ્વારા જણાવાયું છે કે પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓઍ નોંધણી કરતી વખતે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ અને ડૉ. ઍપીજે અબ્દુલ કલામ ગવર્નમેન્ટ કોલેજ, સેલવાસને પોતાના વિકલ્પ તરીકે પસંદ કરવું ફરજિયાત રહેશે. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. ભગવાનજી ઝાઍ વિદ્યાર્થીઓને સમયમર્યાદામાં અરજી અને દસ્તાવેજ ચકાસણી પૂર્ણ કરવાની અપીલ કરી છે.
