વલસાડમાં ૧૦૮ના પાયલોટે રોકડ ભરેલું પર્સ માલિકને પરત કર્યુ
- byDamanganga Times
- 07 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૬ ઃ વલસાડમાં ૧૦૮ ઍમ્બ્યુલન્સના ઍક પાયલોટે સાર્થક કરી બતાવ્યું છે. હોસ્પિટલના કામકાજ દરમિયાન મળેલું રોકડ ભરેલું પર્સ પોલીસની હાજરીમાં મૂળ માલિકને પરત કરી તેમણે અન્ય લોકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વલસાડની સિવિલ હોસ્પિટલમાં પ્રકાશભાઈ વિશ્રામભાઈ પટેલ (રહે. ડુંગરી, વલસાડ) ના પત્ની જશુબેન ત્ઘ્શ્ વોર્ડમાં સારવાર હેઠળ હતા. આ દરમિયાન પ્રકાશભાઈનું પર્સ અચાનક ક્યાંક પડી ગયું હતું. આ પર્સ ૧૦૮ ઍમ્બ્યુલન્સના પાયલોટ ભાર્ગવભાઈ પ્રકાશભાઈ ગોહિલને મળી આવ્યું હતું.
પર્સ મળ્યા બાદ ભાર્ગવભાઈઍ તાત્કાલિક હોસ્પિટલની પોલીસ ચોકીનો સંપર્ક કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ અરમભાઈ મોહમાભાઈની ઉપસ્થિતિમાં હોસ્પિટલના ઘ્ઘ્વ્સ્ ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેના આધારે આ પર્સ પ્રકાશભાઈ પટેલનું હોવાનું માલૂમ પડ્યું હતું.
ત્યારબાદ પોલીસ કર્મચારી અને પાયલોટ દ્વારા પ્રકાશભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પર્સમાં રહેલી રૂપિયા ૨૮૦૦ ની રોકડ રકમ અને અન્ય સામાન સાથેનું પર્સ સહી-સલામત રીતે મૂળ માલિક પ્રકાશભાઈ વિશ્રામભાઈ પટેલ ને સુપરત કરવામાં આવ્યું હતું. પોતાની મહેનતની કમાણી પરત મળતા પ્રકાશભાઈઍ ૧૦૮ ના પાયલોટ અને પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
