Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ડાંગ જિલ્લામાં ટ્રાફિક નિયમોના કડક અમલથી અકસ્માતમાં ઘટાડો

ડાંગ જિલ્લામાં ટ્રાફિક નિયમોના કડક અમલથી અકસ્માતમાં ઘટાડો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા.૦૬ ઃ ડાંગ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે, જેમાં છેલ્લા ચાર મહિનામાં અકસ્માતના ગુનાઓમાં ૫૬.૭૫ ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે. પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરી દ્વારા કરવામાં આવ્યું હતુ, જેના પરિણામે તા. ૦૧/૦૧/૨૦૨૬ થી ૩૦/૦૪/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન ફેટલ અકસ્માતના ગુનાઓમાં ૩૮ ટકાનો અને ગંભીર તથા સામાન્ય અકસ્માતના ગુનાઓમાં ૮૧.૨૫ ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. ટ્રાફિક નિયમોના ચુસ્ત અમલીકરણ માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ગ્ફલ્-૨૮૧ અને પ્સ્ ખ્ઘ્વ્-૧૮૫ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા ગ્ફલ્-૨૮૧ અંતર્ગત કુલ ૧૯૧ કેસો નોંધવામાં આવ્યા છે, જે ગત વર્ષની સરખામણીઍ ૭૯ કેસોનો વધારો સૂચવે છે. તેવી જ રીતે, ડ્રિંક ઍન્ડ ડ્રાઇવના કિસ્સામાં પ્સ્ ખ્ઘ્વ્-૧૮૫ હેઠળ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૭૯ કેસો દાખલ કરવામાં આવ્યા છે, જે ગત વર્ષની સરખામણીમાં ૩૬ કેસો વધારે છે. આ સિવાય ટ્રાફિક ભંગના અન્ય વિવિધ હેડ હેઠળ કુલ ૬,૬૪૭ કેસો કરીને પોલીસે કુલ ૧૩,૮૯,૯૦૦/- રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં આહવા, વધઇ, સાપુતારા અને સુબીર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરોઍ મહત્વની ભૂમિકા ભજવી છે. આમ, ડાંગ જિલ્લા પોલીસની આ અસરકારક કામગીરીને કારણે અકસ્માતોના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.