Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ભીલાડ સ્ટેશને મુસાફરોને સુવિધા અંગે ડીઆરઍમને રજૂઆત

ભીલાડ સ્ટેશને મુસાફરોને સુવિધા અંગે ડીઆરઍમને રજૂઆત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૦૬ ઃ ભીલાડ રેલ્વે સ્ટેશન, તાલુકા ઉમરગામ,  ખાતે રેલ્વે માળખાગત સુવિધાઓ, મુસાફરોની સુવિધાઓ અને ટ્રાફિક વ્યવસ્થાપન સમસ્યાઓના સુધારણા માટે રેલ્વે વિભાગના ડી આર ઍમ ને તાલુકા પંચાયત સભ્ય રાકેશ રાયની આગેવાનીમાં સરીગામ જિલ્લા પંચાયતના સભ્ય તથા તાલુકા પંચાયતના સભ્યોઍ રજૂઆત કરી.

 ભીલાડ રેલ્વે સ્ટેશન, પર આધાર રાખતા રહેવાસીઓ, દૈનિક મુસાફરો, ઔધોગિક કામદારો, વિધાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકોને અસર કરતી ગંભીર અને લાંબા સમયથી પડતર સમસ્યાઓ અંગે નવ જેટલા મુદ્દાઓ રજૂ કરી ધ્યાન દોર્યું હતું. લેખિત પત્રમાં જણાવવાનું ભીલાડ રેલ્વે સ્ટેશન ગુજરાતના ૫૦ થી વધુ ગામડાઓ, દાદરા અને નગર હવેલીના નજીકના વિસ્તારો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોને સેવા આપે છે. સરીગામ ઞ્ત્ઝ઼ઘ્ અને આસપાસના ઔધોગિક ક્લસ્ટરોની હાજરીઍ દૈનિક પગપાળા અને મુસાફરોની નિર્ભરતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. તેના મહત્વ હોવા છતાં, સ્ટેશન ગંભીર માળખાકીય ખામીઓથી પીડાય છે, જેના કારણે ગંભીર અસુવિધા, સલામતીની ચિંતાઓ અને જાહેર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભીલાડ અંડર પાસ ની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવા સહિત નવ જેટલા મહત્વના મુદ્દાઓ રજૂ કરી પ્રજાની સુખાકારી માટે સમસ્યાનો ઉકેલ અને સુવિધા બહાલ કરવા રાકેશ રાય તથા સાથી મિત્રોઍ રજૂઆત કરી હતી.