ઉમરગામમાં તીર્થાધિરાજ શત્રુંજયની સ્થાપના કરાઈ
- byDamanganga Times
- 07 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૬ ઃ ગંગામાં સ્નાન કરો તો જ પાવન બનો, પાપ મુક્ત બની શકો જ્યારે આ તીર્થાધિરાજ શત્રુંજય ગિરિરાજ નો દર્શન કરો તોય પાપ મુક્ત બની શકો. રે...દર્શન નહીં આ શાશ્વત તીર્થના સ્મરણ માત્રથી પાવન બની શકો. પાપ મુક્ત બની શકો. ને જો ભાવની દુનિયામાં ચાલ્યા જાઓ તો સંસાર મુક્ત બની સિધ્ધાત્માપણ બની જાઓ. ઍવા આ જગતના સૌથી મોટા તીર્થશ્રી શત્રુંજય તીર્થની સ્થાપના તળેટી સાથે આજે ઉમરગામ સ્ટેશનના વિરાટ શ્રી આદેશ્વર દાદાના જીનાલયના પરિસરમાં અત્યંત સુંદર ઉત્તુંગ આરસ નિર્મિત અત્યંત જાજરમાન તળેટીની પૂજ્યપાદ શ્રદ્ધેય ગુરુદેવ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય યશોવર્મસુરીશ્વરજી મહારાજા ના પાવન કરકમલે થઈ. ત્યારે ઉમટેલી જંગી જનમેદની ભીની આંખો સાથે ગીતો ને જયનાદો સાથે ગિરિરાજ પાલીતાણાના ડુંગરાને વધાવતા મન મૂકીને નાચ્યા હતા. ને અનેક ચડાવા ને લાભોના આયોજનોમાં દાનની વર્ષા. ને તા. ૧૯ જૂનના ૨૫મી સાલગીરીની ઉજવણીના લાભો લેવાયા હતા તે પ્રસંગે પૂજ્ય ગુરુદેવ શ્રી ઍ ફરમાવ્યું હતું પાલીતાણા ક્યારેક જ જઈ શકતા અહીં રોજ દર્શન કરી ધન્ય બની જશે. અને જે તીર્થ ક્ષેત્રમાં ૨૩ તીર્થંકરોના સમવસરણ રચાયા હતા ને પ્રથમ તીર્થંકર પૂર્વ ૯૯ વાર પધાર્યા હતા. અને જેના કાંકરે - કાંકરે અનંત આત્મા મોક્ષે ગયા હતા, સિદ્ધ બન્યા હતા. ઍ ગિરિરાજની સ્થાપનાથી ઉમરગામ શત્રુંજયાવતાર તીર્થ બન્યું છે. ઍનો આનંદ આજે સકલ સમાજ સંઘ અને દેશ-વિદેશથી પધારેલા ભાવિકોમાં વર્તાતો હતો. દર પુનમના મોટી - મોટી સંખ્યામાં ભાવિકો યાત્રા કરવા પધારશે, ઍવી બેનમૂન ગીરીરાજની ડુંગરાની રચના આબેહૂબ કરાઈ છે. અરુણાબેન રમેશભાઈ પૂર્વી વિરલ પરિવારે જબરજસ્ત લાભ લીધો હતો આજથી સાલગીરી ઉત્સવ જીઆઇડીસી માં સવારે ૭ કલાક -વેશ. તા. ૮ ના વહેલી સવારે ધજા ચડશે. તારીખ ૧૦ ના બગવાડા ઍલ.વી.જે. ઍસ.ટી. ની શિબિર યોજાશે.
