Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીની ઘરફોડ ચોરીના બે આરોપી નાશિકથી ઝડપાયા

વાપીની ઘરફોડ ચોરીના બે આરોપી નાશિકથી ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ વલસાડ ઍલસીબી પોલીસે નાસિકની ઍક આંતરરાષ્ટ્રીય ચોર ટોળકીનો ને નાસિક ના ઍક ફાર્મ હાઉસ માંથી ઝડપી પાડી પડદા ફાસ્ટ કર્યો છે અને આ ટોળકીના બે ની ધરપકડ કરી રૂપિયા ૩૪ લાખનો મુદ્દા માલ જ કર્યો સાથે વાપી જીઆઇડીસી ના ઍક અધિકારીના બંધ બંગલામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ૧૫ થી ૨૦ ઍપ્રિલ દરમિયાન વાપી જીઆઇડીસીના ગુંજન ગાર્ડન પાસે આવેલા જીઆઇડીસીના ઇજનેર દેવેન્દ્ર સગરના સરકારી બંગલો બંધ હતો તે દરમિયાન બંગલાના રસોડાનો દરવાજો તોડી અજાણ્યા તસ્કરો ૧.૬૨ લાખથી વધુના સોનાના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા. આ મામલે વાપી જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ઍલસીબી ની ટીમે ઘટનાની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ ઍનાલિસિસના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે, આ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ મહારાષ્ટ્રથી ફોર્ચ્યુનર જેવી મોંઘીદાટ ગાડી લઈને ચોરી કરવા આવતા હતા. પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સિન્નર તાલુકામાં આવેલા ગ્રીનવેલી ફાર્મ હાઉસ ધારણ ગામે આવેલા ફાર્મ હાઉસ પર દરોડો પાડી આરોપી રાજુ દુર્યોધન કાળમેધ અને સોનિયા શ્રીરામ પાટીલ નામના બે ની અટકાયત પૂછપરછ દરમિયાન બંને આરોપીઍ આજથી ૨૦ ઍક દિવસ પહેલા રાત્રિ દરમિયાન વાપી જીઆઇડીસીના ગુંજન વિસ્તારમાં આવેલા બંધ બંગલામાંથી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે બંને આરોપીની અટકાયત કરી નાશિક પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ત્યાંથી વાપી ઉદ્યોગ નગર પોલીસ મથકે લાવી આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા ઝડપાયેલા આરોપી રાજુ દુર્યોધન કાળમેઘ દ્વારા મહારાષ્ટ્ર ગુજરાતની સાતથી વધુ ઘરફોડ ચોરી તેમજ મહિલા આરોપી સોનિયા શ્રી રામ પાટીલ દ્વારા મહારાષ્ટ્રના નાસિક પંચવટી પુણે માં ત્રણથી વધુ ધરફોળ ચોરીમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે ઝડપાયેલા આરોપી પાસેથી ચોરી કરવા માટે વપરાતી ટોયોટા ફોર્ચ્યુનર કાર કિંમત રૂપિયા ૩૦ લાખ ચોરીમાં ગયેલા રોકડા રૂપિયા ૩,૪૦,૦૦૦ ચાર મોબાઇલ ફોન કિંમત ૬૫૫૦૦ રાડો કંપનીની ઘડિયાળ તેમજ ચોરી કરવાના સાધનો મળી કુલ ૩૪, ૦૮,૫૦૦ નો મુદ્દા માલ કબજે લેવાયો છે આ કામગીરી વલસાડ ઍલસીબી પોલીસ વિભાગના પીઆઇ ઍયુ રોજ અને પીઍસઆઇ ઍસપી ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.