Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ-ડુંગરી સ્ટેટ હાઈવે માર્ગ બેસી જતાં જાખમી

વલસાડ-ડુંગરી સ્ટેટ હાઈવે માર્ગ બેસી જતાં જાખમી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૬ ઃ વલસાડથી ડુંગરી તરફ જતાં સ્ટેટ હાઈવે પર લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા નવા સીસી (ઘ્ફૂફૂઁદ્દ ઘ્ંઁણૂશ્વફૂદ્દફૂ) રોડની કામગીરી વિવાદમાં આવી છે. વલસાડ-પારડી રોડ પર આવેલા સેન્ટ્રલ પાર્કની સામે, ઔરંગા નદી તરફ જતાં માર્ગ પર રોડનું લેવલ જળવાયું ન હોવાથી વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. હાલમાં જ બનેલા આ હાઈવે પર રોડની ઍક બાજુ બીજી બાજુની સરખામણીઍ આશરે ઍક ઇંચ જેટલી નીચી રહી ગઈ છે. આ ઊંચા-નીચા રસ્તા ના કારણે ખાસ કરીને મોપેડ અને બાઇક ચાલકો જ્યારે લેન બદલે છે ત્યારે ટાયર સ્લિપ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. પૂરતી લાઈટના અભાવે આ અસમાન સપાટી દેખાતી નથી, જે ગંભીર અકસ્માતને નિમંત્રણ આપી રહી છે.લાખોના ખર્ચે બનતા રોડમાં આવી ટેકનિકલ ખામી રહી જતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્ના છે. નવો રોડ બનતો હોય ત્યારે આનંદ થાય, પણ જો તેમાં ઍક ઇંચનો તફાવત રહી જાય તો તે સુવિધાને બદલે મોતના કૂવા સમાન બની જાય છે. તંત્રઍ તાત્કાલિક આ લેવલ સરખું કરવું જોઈઍ. સ્થાનિકો અને રાહદારીઓની માંગ છે કે માર્ગ અને મકાન વિભાગ (ય્્રૂગ્) આ બાબતે સત્વરે ધ્યાન આપે. કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ ઊંચા-નીચા સીસી રોડને ગ્રાઈન્ડિંગ કરીને અથવા અન્ય ટેકનિકલ પદ્ધતિથી સમતોલ (ન્ફૂરુફૂશ્રજ્ઞ્િઁં) કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.જો વહેલી તકે આ ખામી સુધારવામાં નહીં આવે, તો નવા બનેલા રોડ પર અકસ્માતોની હારમાળા સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.