Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ડાંગમાં ગાયત્રી પરિવારે ઘર ઘર યજ્ઞ કરી બુદ્ધપૂર્ણિમા ઉજવી

ડાંગમાં ગાયત્રી પરિવારે ઘર ઘર યજ્ઞ કરી બુદ્ધપૂર્ણિમા ઉજવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

આહવા, તા. ૦૬ ઃ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, ગાયત્રી તીર્થ શાંતિકુંજ- હરિદ્વાર દ્વારા બુધ્ધ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વિશ્વ શાંતિ અને સદભાવના પ્રસારના ઉદ્દેશ્યથી  ડાન્ગી આદિવાસી ડુંગરાળ ગામડાના ઘરેઘર-ઝૂપડે ગાયત્રી યજ્ઞનું  અદભુત આયોજન કરી  બુદ્ધ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરી હતી. 

ગત ૧ મે ૨૦૨૬ શુક્રવારે બુદ્ધપૂર્ણિમા તથા ૩ મે રવિવાર ના રોજ નવસારી ઉપઝોન તેમજ રાંદેર, પાંડેસરા,સુરત તેમજ બારડોલી ગાયત્રી પરિવારોના સંયુક્ત પ્રયાસોથી ડાંગના ત્રણે તાલુકા આહવા, સુબીર, વઘઈમાં આશરે ૩૮૧ થી વધુ ઘરોમાં સામૂહિક ગાયત્રી યજ્ઞવિધીનો પ્રયોગ કરવામાં આવ્યો. સામુહિક યજ્ઞોમાં શુદ્ધ ગાયત્રી મંત્રોચ્ચાર સાથે ઔષધીય જડીબુટ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હવન સામગ્રીની આહુતિ આપવાને કારણે યજ્ઞમાંથી ઉત્પન્ન થતી ઉર્જા મનુષ્યના શરીરમાં પ્રવેશ કરવાથી મનુષ્ય શરીરની સકારાત્મક ઊર્જામાં વધારો કરી નિરોગી બનાવે છે તથા આજુબાજુના વાતાવરણને પણ વધુ પ્રદુષિત થતાં અટકાવે છે, વઘઈ તા. ના ભાલખેતમાં ૪૧, ખોપરી આંબામાં ૧૦,વાંકનમાં ૧૯,ચીખલામાં ૩૧ ઘરોમાં સમૂહ ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યા.  આહવા તા. ના ચીંચલીમાં ૩૨,નિમપાડામાં ૨૦, ચિંચધરામાં ૪૦,હનવંતપાડા માં ૨૧, સામૂહિક ગાયત્રી યજ્ઞ કરાયા.  

સુબીર તા.ના લવચાલીમાં ૪૦, ગાયગોઠણમાં ૩૯, સુબીરમાં ૯૦ ઘરોમાં સામૂહિક ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યા  બુદ્ધ પૂનમ સાથે ગાયત્રી યજ્ઞ પ્રચાર પ્રસાર નું આયોજન ડાંગના બીજુરપાડા સ્થિત માતા ગાયત્રી યજ્ઞશાળા, જન જાગૃતિ અને જનસેવા કેન્દ્ર  દ્વારા કરવામાં આવ્યું હતું.