વલસાડમાં અન્ડર-૧૨ ક્રિકેટ મેચમાં સાંઈ મેગપન સ્પોર્ટ્સ લાઈફનો વિજય
- byDamanganga Times
- 07 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ શહેરમાં યોજાયેલી અંડર-૧૨ ક્રિકેટ મેચમાં સાઈ મેગપન સ્પોર્ટ્સ લાઈફ ટીમે પટેલ ક્રિકેટ ઍકેડમી સામે રોમાંચક મુકાબલામાં યાદગાર જીત નોંધાવી હતી. મેચ દરમિયાન બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી હતી, જેમાં અંતિમ ક્ષણ સુધી પરિણામ અસ્પષ્ટ રહ્નાં હતું.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા પટેલ ક્રિકેટ ઍકેડમીઍ ૩૦ ઓવરમાં ૧૩૪ રન બનાવ્યા હતા. ટીમના બેટ્સમેનો દ્વારા સારો પ્રદર્શન જોવા મળ્યો હતો, પરંતુ સાઈ મેગપનના બોલરો ઍ નિયંત્રિત બોલિંગ કરીને મોટો સ્કોર બનતો અટકાવ્યો હતો. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી સાઈ મેગપન સ્પોર્ટ્સ લાઈફ ટીમે ધીરજ અને આત્મવિશ્વાસ સાથે રમતાં ૨૯.૩ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૧૩૬ રન બનાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ટીમના કેપ્ટન મુહમ્મદ શેખઍ અદભૂત ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. મુહમ્મદ શેખે બોલિંગમાં ૪ ઓવરમાં માત્ર ૧૨ રન આપીને ૧ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બેટિંગમાં પણ તેઓઍ શાનદાર ફોર્મ બતાવી ૫ બાઉન્ડ્રીની મદદથી અણનમ ૩૬ રન બનાવ્યા હતા. તેમના આ જબરદસ્ત પ્રદર્શનને કારણે તેમને ‘મેન ઓફ ધ મેચ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મુહમ્મદ શેખ અંજલાવ-ધુમાડીયા વિસ્તારના રહેવાસી છે અને વલસાડની ય્પ્સ્પ્ સ્કૂલમાં ધોરણ ૪માં અભ્યાસ કરે છે. તેઓ કોચ કુણાલભાઈ કામળેની માર્ગદર્શન હેઠળ ક્રિકેટની તાલીમ લઈ રહ્ના છે. તેમની આ સિદ્ધિથી શાળા તેમજ સમગ્ર વિસ્તારમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે અને યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.
