ભેંસદરામાં ભારતીય જનસેવા સંસ્થાન-ગુજરાત દ્વારા ‘પ્રશિક્ષણ વર્ગ’ યોજાયા
- byDamanganga Times
- 07 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૬ ઃ ધરમપુર તાલુકાના ભેંસદરા સ્થિત વ. સો. શાહ વિદ્યામંદિર-ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદ-પ્રેરિત ‘ભારતીય જનસેવા સંસ્થાન-ગુજરાત’ દ્વારા ઍક વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના વિવિધ પદાધિકારીઓ અનેક કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા.
પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સેવા, સંગઠન શક્તિ અને રાષ્ટ્રહિતના કાર્યો માટે કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ભારત માતાના પૂજન સાથે કરવામાં આવી હતી જેનુ સંચાલન ટ્રસ્ટી- ધર્મેશભાઈ સોલંકીઍ કુશળતાપૂર્વક પ્રશિક્ષણ વર્ગની રૂપરેખા આપી કાર્યકરોને સંસ્થાના ઉદ્દેશ્યોથી માહિતગાર કરી કર્યુ હતું.
