Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ સરદાર હાઈટસની રકતદાન શિબિરમાં ૧૨૩ બેગ રકત ઍકત્ર કરાયું

વલસાડ સરદાર હાઈટસની રકતદાન શિબિરમાં ૧૨૩ બેગ રકત ઍકત્ર કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૬ ઃ સ્નેહ સેવા સંસ્થા વલસાડ દ્વારા સરદાર હાઇટ્સ, તિથલ રોડ ખાતે ૧૧ મા રક્તદાન શિબિરનું આયોજન કરાયેલ હતું, જેમાં સેવાભાવી રક્તદાતા ઓ દ્વારા કુલ  ૧૨૩ બેગ રક્તદાનનું યોગદાન અપાયેલ હતું.

માનવ સેવા માટેના આ મહા કાર્ય મા જોડાઈને આ સહુ સભ્યોઍ માનવતા અને ઍકતાની જે મહેક પ્રસરાવી છે ઍ ખરેખર સન્માનને પાત્ર છે અને ઍના થકી ઘણા લોકો ના જીવ બચાવવા માટે તેઓ મદદરૂપ બન્યા છે.

રવિવારના દિવસે વલસાડ રક્તદાન કેન્દ્ર ના સહયોગથી આ કેમ્પ નું આયોજન કરાયેલ હતું, તેમાં સ્નેહ સેવા સંસ્થાના સક્રિય કાર્યકરો ઍ પણ રક્તદન કરેલ હતું, તેની સાથે કુલ ૧૨૩ રક્ત બેગ ઍકત્રિત કરવામા આવી હતી, આ રક્ત બેગો સ્નેહ સેવા સંસ્થા દ્વારા વલસાડ રક્તદાન કેન્દ્રને સુપ્રત કરવામાં આવેલ હતી. આ સાથે છેલ્લા પાંચ વર્ષ માં કુલ ૧૧ રક્તદાન કેમ્પના આયોજન થકી અત્યાર સુધી કુલ ૧૧૯૧ રક્ત બેગનું ડોનેશન કરવામાં આવેલ હતું.

સદગુરુ ભગવાન શ્રી વાલરામ શતાબ્દી મહોત્સવ અંતર્ગત સત્કર્મ શૃંખલાની કડીરૂપે આ રક્તદાન શિબિર મા શ્રી વાલરામ ઓધવરામ ચેરિટેબલ ટ્રસ્ટ - વલસાડ, હસ્તે  ધર્મિષ્ઠાબેન કાનજીભાઈ મંગે પરિવાર, વલસાડ તરફથી તથા ભાગીરથીબેન અરજણભાઈ ભાનુશાલી ના સહયોગથી, સહુ રક્તદાતા ઓને પ્રસાદી રૂપે સ્મૃતિભેટ આપવામાં આવેલ હતી, સાથે ધર્મિષ્ઠાબેન કાનજીભાઈ મંગે પરિવારના અશોકભાઈ ભાનુશાલી, મહેન્દ્રભાઈ, વત્સલભાઈ અને ભીષ્મભાઈ ઍ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી અને સંસ્થાના કાર્યકરોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.