બલીઠાથી વેલસ્પન કંપની મોરાઈ સુધીનો મુખ્ય માર્ગનું નવીનીકરણ શરૂ
- byDamanganga Times
- 07 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૫ ઃ વાપી મહાનગરપાલિકાના બલીઠા જૂની પંચાયત કચેરીથી વેલસ્પન કંપની મોરાઈ સુધી જતો મુખ્ય માર્ગનું નવીનીકરણ તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઈન બનાવવાની કામગીરી શરૂ કરાય છે.
વાપી મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે બલીઠા અઠીયાવાડ દમણ જતા માર્ગથી મોરાઈની વેલસ્પન કંપની સુધી પહોંચતો કસ્ટમ રોડ વરસાદની સિઝનમાં ખરાબ થઈ જતો હતો જેને લઈ આ માર્ગ ઉપર આવેલ લગભગ ૬થી ૭ જેટલી મોટી કંપની કે જેમાં લગભગ ૨૫થી ૩૦ હજાર જેટલા કામદારો કામ કરે છે. તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાને લઈ વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ બાંધકામ વિભાગના અધિકારીઓ દ્વારા બલિઠા જૂની ગ્રામ પંચાયત કચેરીથી મોરાઈની વેલસ્પન કંપની સુધીનો ચાર માર્ગી રોડ ઉપર રસ્તાની બંને બાજુઍ વરસાદી પાણીની નિકાલ માટેની ડ્રેનેજ સાથે રસ્તો લગભગ ઍક ફૂટથી વધુ ખોદી નવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઇ આગામી દિવસોમાં આવી રહેલા ચોમાસાની સિઝનમાં વેલસ્પન આલોક મેરીલ તેમજ મોરાઈ ખાતે આવેલી પેપર મિલમાં કામ કરતા લગભગ ૨૦થી ૨૫ હજાર જેટલા કામદારોને આવવા જવામાં મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા આ રસ્તો બનાવીને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. જોકે હાલમાં આ કામગીરી ચાલુ હોવાને લઈ કેટલાક સ્થળે વનવે તેમજ રસ્તો બંધ કરવામાં પણ આવ્યો છે. જેને લઇ ફરતી મુશ્કેલીઓ વાહન ચાલકો તેમજ વહેલી સવારે તેમજ સાંજે કંપનીઓમાંથી કામદારોને રજા મળતા ઘરે જતી વખતે ટ્રાફિકજામની સમસ્યા પણ ઉભી થઈ રહી છે.
