Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડમાં ગૌ સમ્માન આહવાન અભિયાન માટે આવેદનપત્ર અપાશે

વલસાડમાં ગૌ સમ્માન આહવાન અભિયાન માટે આવેદનપત્ર અપાશે


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૫ ઃ વિખ્યાત ગૌ કથાકાર કપીલા ગોપાલ સરસ્વતીના માર્ગદર્શનમાં ગાય માતાને ગૌ રાષ્ટ્ર માતા ઘોષિત કરાવવા માટે સમગ્ર ગુજરાત ભરમા ગૌ સમ્માન આહવાહન અભિયાન ચલાવવા મા આવી રહ્નાં છે. જેના સંદર્ભે ૭ મી મે ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાત રાજયમા મામલતદારો ના માધ્યમથી રાષ્ટ્રપતી, વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી ને આવેદનપત્ર આપવામાં આવનાર છે.  

આજરોજ ઍના આયોજન અંગે વલસાડમાં ભીડભંજન  મહાદેવ મંદિરના શિવજી મહારાજની અધ્યક્ષપદે વલસાડના મુખ્ય હિન્દુ અગ્રણીઓની મિટિંગ  મળી હતી. જેમાં વિગતવાર ચર્ચા થયેલી.  ૭/૫/૨૦૨૬ના સવારે ૧૦ કલાકે ભીડભંજન મંદિર વલસાડ થી હિન્દુ અગ્રણીઓ તથા ગૌ ભક્તો મોટી સંખ્યા મા પદયાત્રા રૂપે મામલતદાર કચેરીઍ પહોંચી મામલતદાર વલસાડ ને આવેદનપત્ર આપશે. જેમાં અભિયાન ના વલસાડના મુખ્ય આયોજક સુનિલ સુરાના(જૈન), સ્વરૂપરામ સુથાર, ભીડભંજન મંદિર ના શિવજી મહારાજ, રામજી આશ્રમ અતુલ ના રામદાસ મહારાજ, કબીર મંદિર ના સ્વામી સર્વમુની મહારાજ, ઍન્કર પાન્જરાપોળના અનીશ શેઠીયા, ગિરીરાજ ગૌશાળાના દ્વારકાદાસ દધાણીયા, ગૌધામના બકુલ રાજગોર તથા અગ્રણીઓ હેમંત પાટીલ, સુરેશ બારવા, હરિસિંગ પુરોહિત, કપુરજી માલી વગૈરે અગ્રણીઓ મોટી સંખ્યા મા જોડાશે.

ગો સમ્માન આહવાહન અભિયાનના મુખ્ય ઉદેશ્ય માં  ભારતમા ગો હત્યા પર પૂર્ણતઃ પ્રતિબંધ થાય,  ગો માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે, ગૌ સેવા માટે કેન્દ્રીય કાયદાઓ બને તથા ગૌ સેવા પંચાલય બને,  ગૌચર ભોન્દે બને, ગો આધારિત કૃષી નિડ્ઢિત થાય. અત્રે ઉલ્લેખનીય છે કે આ અભિયાન કાર્યકારીણીના પ્રધાન સંરક્ષક તરીકે વેદલક્ષણા ગૌમતા તથા અધ્યક્ષ તરીકે નંદીબાબા( નીલમણી વૃષભદેવ) છે.