Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

બગવાડા ટોલનાકા નજીક ૬૫ બકરાં ભરેલ ટ્રક ઝડપાઈ

બગવાડા ટોલનાકા નજીક ૬૫ બકરાં ભરેલ ટ્રક ઝડપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૫ ઃ પારડી તાલુકાના બગવાડાગામમાં આવેલ ટોલનાકા નજીક ગેરકાયદેસર રીતે બકરાં ભરેલો ટ્રક પારડી પોલીસે ઝડપી પાડ્યો છે પાંચ ઇસમો સામે ગુનો નોંધાયો છે પારડી પોલીસની પેટ્રોલિંગ દરમિયાન બગવાડા ટોલનાકા નજીક ગેરકાયદેસર રીતે બકરાં ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો. પારડી પોલીસ સ્ટેશનના કર્મચારી ઍહેકોન્સ મહીપતભાઈ ગફલભાઈઍ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ મોબાઇલ પેટ્રોલિંગ દરમિયાન ઍ.ઍસ.આઈ ભરતભાઈ દિનુભાઈ સાથે ઉદવાડા વિસ્તારમાં હતા, ત્યારે વલસાડ કન્ટ્રોલ રૂમથી માહિતી મળી હતી કે ઍક ટ્રક નં. ઞ્થ્-૨૪-હ્-૧૭૧૪  ગેરકાયદેસર રીતે બકરાં ભરેલી હાલતમાં બગવાડા ટોલનાકા તરફ જઈ રહી છે માહિતીના આધારે પોલીસ બગવાડા ટોલનાકા નજીક વોચમાં રહી ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાં અંદાજે ૬૫ બકરાં ઠાંસીને ભરેલા મળી આવ્યા હતા. બકરાં માટે પૂરતા ચારા-પાણીની વ્યવસ્થા નહોતી તેમજ કોઈ માન્ય પરમીટ કે વેટરનરી પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું નહોતું. પ્રાણી કુરતા કરતા હોવાના પ્રાથમિક તારણો સામે આવ્યા હતા પોલીસે ટ્રક કિંમત આશરે રૂ. ૧૦ લાખ તથા બકરાં કિંમત આશરે રૂ. ૩.૨૫ લાખ મળી કુલ રૂ. ૧૩.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન ટ્રક ચાલક મહોમદ મુસ્તુફા સિપાહી, ક્લીનર મનોજકુમાર ઠાકોર તેમજ અન્ય આરોપીઓ ફેજાન મકરાણી, તવરેજ અબ્બાસ અલી ખાન અને નુરૂસલામ કુરેશી સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ તમામ સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૮૧, પ્રાણી કુરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.