Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

દાનહમાં આદિવાસી કોîગ્રેસ સમિતિની પ્રથમ બેઠક યોજાઈ

દાનહમાં આદિવાસી કોîગ્રેસ સમિતિની પ્રથમ બેઠક યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૦૫ ઃ દાદરા અને નગર હવેલીમાં મંગળવારે પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પ્રભુ ટોકિયાના નેતૃત્વમાં આદિવાસી કોંગ્રેસની પ્રથમ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઓલ ઇન્ડિયા કો-ઓર્ડિનેટર અને પ્રદેશ ઇન્ચાર્જ સિદ્ધાર્થ ચૌધરી તેમજ વિવિધ પંચાયતોમાંથી આવેલા આદિવાસી કાર્યકરો હાજર રહ્ના હતા।

બેઠક દરમિયાન પ્રદેશમાં લોકશાહી હક, અવૈધ ખનન, દારૂના ગેરકાયદેસર વેપાર અને યુવાનોમાં વધતા નશાના પ્રભાવને ગંભીર સમસ્યા, આરોગ્ય, શિક્ષણ, જંગલ જમીન,પંચાયતી રાજ જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવીહતી. 

બેઠકમાં પ્રદેશ કોîગ્રેસ સમિતિના પ્રમુખ પ્રભુ ટોકિયાઍ જણાવ્યું કે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવમાં સંપૂર્ણ લોકશાહી માટે વિધાનસભાની રચના જરૂરી છે। બેઠકના અંતે આદિવાસી કોંગ્રેસ સમિતિની વહેલી તકે રચના કરવાની માંગ કરવામાં આવી હતી, જેથી સ્થાનિક મુદ્દાઓને દિલ્હી સુધી પહોંચાડી શકાય.