સેલવાસમાં બેîક ખાતુ શેર કરનાર સામે કડક કાર્યવાહી થશે
- byDamanganga Times
- 06 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૫ ઃ દાદરા અને નગર હવેલી પ્રશાસન દ્વારા સાઇબર ફ્રોડના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને જનતાને ચેતવણી આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કેટલાક લોકો નાનાં આર્થિક લાભ માટે પોતાના બેંક ખાતા, ઍટીઍમ કાર્ડ અને ધ્ળ્ઘ્ દસ્તાવેજ અજાણ્યા લોકોને સોંપી રહ્ના છે, જેના કારણે ઠગાઈના બનાવો વધી રહ્ના છે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આવી પ્રવૃત્તિઓમાં અજાણતા સામેલ થવું પણ ગુનાહિત ગણાશે અને ખાતાધારક સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈ સાથે પણ બ્વ્ભ્, પાસવર્ડ, ભ્ત્ફ અથવા બેંક સંબંધિત માહિતી શેર ન કરે અને નિયમિત રીતે પોતાના ખાતાની તપાસ કરતા રહે. ચેતવણીમાં જણાવાયું છે કે, અન્ય કોઈને પોતાનું બેંક ખાતું ઉપયોગ માટે આપવું ગંભીર ગુનો છે અને તેના માટે કડક કાર્યવાહી થશે. આ માર્ગદર્શિકા જનજાગૃતિ અને સાઇબર ઠગાઈ રોકવા માટે બહાર પાડવામાં આવી છે.
