વાપીમાં બસ અડફેટે સ્કૂટર સવાર બેને ઈજા
- byDamanganga Times
- 06 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૫ ઃ વાપીમાં બેફામ દોડતી લક્ઝરી બસ દ્વારા ઍકટીવા ને ટક્કર મારતા બે ને ગંભીર ઈજા થતાં નજીકની હરિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા બંને ની હાલત ગંભીર પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તા. ૪-૫-૨૦૨૬ ને સોમવારના રોજ વાપીમાં રહેતા ફરિયાદીના ભાઈ મોહમ્મદ ઉમેદ અને તેમનો મિત્ર મુકેશ પટેલ તેમની હોન્ડા ઍકટીવા નંબર જીજે ૧૫ ઈબી ૩૭ ૯૬ ને લઈને જઈ રહ્ના હતા તે દરમિયાન પાછળથી આવતી ઍક લક્ઝરી બસ નંબર સ્ત્રિં્ ૧૫ ર્ીહૃ ૯૮૮૮ ના ચાલકે પૂર ઝડપે અને બે ફીકર આઈ પૂર્વક વહન હંકારી ર્ીણૂદ્દર્જ્ઞ્રુ ને અટપટમાં લેતા ઍકટીવા ચાલક મોહમ્મદ ઉમેદ અને મુકેશ પટેલ રસ્તા ઉપર ફેકાઈ ગયા હતા અને તેઓને માથામાં તથા શરીરે ગંભીર ઈજા થતાં બેભાન અવસ્થામાં વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જે અંગેની જાણ ફરિયાદી મોહમ્મદ હજવા શેખ રહે માંડવી સુરતને થતા તેઓ તાત્કાલિક વાપી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને તેમના ભાઈ તથા તેમના મિત્રની હાલત ગંભીર તેમજ બેભાન અવસ્થામાં જોઈ તેઓઍ તાત્કાલિક વાપી પોલીસ મથકમાં પહોંચી લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ અકસ્માત ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
