Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટિ માટે લોબીંગ શરૂ

વાપીમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટિ માટે લોબીંગ શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૫ ઃ વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય બાદ હવે ચૂંટાયેલા સભ્યો માં મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા અને દંડક તેમજ ચેરમેન પદ મેળવવા માટે સભ્યો અને તેમના સાથીદારોઍ લોબીંગ શરૂ કરી દીધી છે તો કેટલાક લોકોઍ બક્ષીપંચ મહિલા વિજેતા સભ્યોના પતિ, પિતા અને તેમના સપોર્ટરોઍ જિલ્લા સંગઠનથી લઈ પ્રદેશ કક્ષા સુધી દોડધામ શરૂ કરી દીધી છે. 

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ૫૨ બેઠકો માંથી ૩૭ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને ત્યારબાદ ચાર અપક્ષ ઉમેદવાર દ્વારા ભાજપને સપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો જેને લઇ ૫૨ સભ્યો પૈકી ૪૧ બેઠક સાથે ભાજપ મેયરપદ તેમજ ઉપમેયર અને દરેક કમિટી ઉપર કબજો જમાવશે. જોકે આ અંગે મહાનગરપાલિકામાં પથમ મેયર કોણ બનશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે તો અગાઉથી જ પાલિકામાં પથમ મેયર પદ ઓબીસી મહિલા સભ્યો માટે અનામત જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇ વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧,૪,૫,૬ અને આઠ માંથી ચૂંટાયેલી મહિલા સભ્ય મેયરપદ મેળવશે જેને લઇ આ પદ મેળવવા માટે ચૂંટાયેલી મહિલા સભ્યના પતિદેવો પિતાઓ તેમજ તેમના સમર્થકો દ્વારા જિલ્લા સંગઠન અને પ્રદેશ કક્ષાઍ કમલમમાં પોતાની પહોંચ હોય તેવા નેતાઓનો સંપર્ક કરી રહ્ના છે. તો વાપી મહાનગરપાલિકામાં પારદર્શક સંચાલન કરવું હોય તો સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના નાણાં તેમજ શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ની પસંદગી હોય તેવા ઉમેદવાર જ મેયર ઉપમેર અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ તેમજ વિવિધ કમિટીના ચેરમેન બની શકે તે અંગેની ભારે ચર્ચાઓ વાપી શહેરમાં અને ભાજપના કાર્યકર્તા તેમજ હોદ્દેદારોમાં થઈ રહી છે.