Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

અથાલમાં સુપ્રિમના આદેશ બાદ ૯.૭૦ ઍકર ગૌચર જમીન સરકારે કબ્જે લીધી

અથાલમાં સુપ્રિમના આદેશ બાદ ૯.૭૦ ઍકર ગૌચર જમીન સરકારે કબ્જે લીધી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા.૦૫ ઃ દાદરા અને નગર હવેલી પ્રશાસને સુપ્રીમ કોર્ટના આદેશના આધારે અથાલ ગામમાં આવેલી ૯.૭૦ ઍકર ગ્રાસલૅન્ડ જમીન પર કબજો મેળવી લીધો છે. આ કાર્યવાહી લ્્યષ્ટશ્વફૂફૂ ઘ્ં્યશ્વદ્દ ંશ્ ત્ઁફુર્જ્ઞ્ીના ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના આદેશને અનુસરીને કરવામાં આવી છે.

કલેકટર કચેરી દ્વારા જાહેર કરાયેલા પ્રેસ નોટ મુજબ, આ મામલે તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ અરજી કરવામાં આવી હતી. તેના આધારે ૪ મે ૨૦૨૬ના રોજ કલેક્શન દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશના અમલરૂપે ૫ મે ૨૦૨૬ના રોજ પ્રશાસને અથાલ ગામના સર્વે નંબર (જૂના) ૩૩૫/૧, ૩૪૦/૨ અને ૩૪૨ની જમીનનો સમાવેશ થાય છે, કબજામાં લીધી છે. પ્રશાસનના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી સરકારી ગ્રાસલૅન્ડ જમીન પાછી મેળવવાના અભિયાનનો ઍક ભાગ છે. આ પહેલા પણ જિલ્લામાં વિવિધ ગામોમાંથી આશરે ૨૭૨.૩૦ ઍકર ગૌચરણ જમીન સરકાર દ્વારા કબજામાં લેવામાં આવી ચૂકી છે.