વાપીની દુકાનમાંથી સિગારેટ ચોરનારની જામીન અરજી નામંજુર
- byDamanganga Times
- 06 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૫ ઃ વાપી જીઆઇડીસી ના આશાપુરા કોમ્પ્લેક્સમાં આવેલ શક્તિ સુપર ટ્રેડિંગ કંપની ની દુકાનમાંથી આઠ લાખ રોકડા અને ૪.૪૨ લાખની સિગારેટ ચોરી કરનાર પલ ઘરના આરોપી સુરેશ અસલમરામ ચૌધરીની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તા. ૮-૩-૨૦૨૬ ના રોજ વાપી જીઆઇડીસી ટેલીફોન ઍક્સચેન્જની બાજુમાં આવેલ આશાપુરા કોમ્પ્લેક્સની શક્તિ સુપર ટ્રેડિંગ કંપની નામની દુકાનમાંથી રાત્રિ દરમિયાન કોઈ ચોર ઈસમોઍ ડ્રોવરમાં રાખવામાં આવેલા ૮ લાખ રૂપિયા રોકડા તેમજ ૪.૪૨ લાખની સિગારેટ નો જથ્થો ચોરી કરી ગયાને ઘટના બની હતી. જે અંગે તપાસ કરતા પોલીસે આરોપી સુરેશ અસલ રામ ચૌધરીની મહારાષ્ટ્રના પાલધર ખાતેથી અટકાયત કરી તપાસ હાથ ધરી હતી જેમાં બહાર આવ્યું હતું કે, આરોપી સુરેશ ચૌધરી અને સંતોષ ભૈયાઍ વાપીની ઍક સેકન્ડહેન્ડ કાર લે વેચ કરતી સંસ્થાના કમ્પાઉન્ડમાંથી રાત્રિ દરમિયાન ક્રેટા કાર ચોરી કરી હતી અને તેની નંબર પ્લેટ ઉપર ઉમરગામના ઍક વેપારીની કયા કારનો નંબર લગાવી રાત્રિ દરમિયાન પાલગરથી વાપી આવી જીઆઇડીસી ચાર રસ્તા ટેલીફોન ઍક્શન પાસે આવેલી શક્તિ સુપર ટ્રેડિંગ કંપનીની દુકાનમાંથી ચોરી કરી હોવા ની કબુલાત કરી હતી. જે અંગે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર સીટ રજૂ કરાઈ હતી. જે અંગે આરોપી સુરેશ ચૌધરી દ્વારા વાપીના ઍડિશનલ સેશન જજ ડોક્ટર ઍચ ઍન વકીલની કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી જે અંગે ડી જી પી અનિલ ત્રિપાઠીની ધારદાર રજૂઆત અને પુરાવાઓ તેમજ આરોપીઓ વધુ ચોરી કરશે જે અંગેની દલીલને ગાહીય રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો છે.
