વાંસદાની આશા વિરેન્દ્ર મજમુદાર ઇંગ્લિશ ઍકેડેમી ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ
- byDamanganga Times
- 06 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા.૦૫ ઃ શ્રી વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત આશા વિરેન્દ્ર મજમુદાર ઇંગ્લિશ ઍકેડમી વાંસદા દ્વારા તા. ૨/૫/૨૦૨૬ના રોજ શાળાના પટાંગણમાં પ્રથમ ઇન્વિટેશન નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી, વલસાડ, ડાંગ , તાપી અને સુરત જિલ્લાની કુલ ૨૫ જેટલી ટીમોઍ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ શરૂઆત ઉપસ્થિત જિલ્લા મહામંત્રી ડો. લોચન શાસ્ત્રી, પી.આઈ. કિરણ પાડવી, ડો. જિતેન્દ્ર પટેલ દ્વારા દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. ટુર્નામેટમાં ભારે રસાકસી બાદ આહવા અને આંબિયા ટીમ વચ્ચે ફાઈનલ જંગ ખેલાયો હતો. જેમાં આંબિયા ટીમ વિજેતા થઈ હતી ફાઈનલ વિજેતા અને રનર્સઅપ ટીમોનું શાળાના આચાર્ય મહેશ બડે દ્વારા ટ્રોફી અને રોકડ ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટને નિહાળવા મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ નટુભાઈ પાંચાલ, ઉપપ્રમુખ રાજેશ ગાંધી, ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ સોલંકી, મંત્રી ધર્મેશભાઈ પુરોહિત, સહમંત્રી કમલેશભાઈ કેવટ અને શાળા પરિવારે વિજેતા અને ભાગ લેનાર તમામ ટીમોને અભિનંદન પાઠવ્યા હતા.
