Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

આહવા કોલેજના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી બન્યા

આહવા કોલેજના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી બન્યા


આહવા, તા. ૦૫ ઃ દક્ષિણ ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ ગત તા. ૧-૦૫-૨૦૨૬થી તા.૫-૫-૨૦૨૬ દરમિયાન ઓરો યુનિવર્સિટી-સુરત ખાતે યોજાઈ હતી. જેમાં દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ તથા રોકાણકારોઍ ભાગ લીધો હતો. 

આ કોન્ફરન્સ અંતર્ગત પ્લ્પ્ચ્ ઘ્ંઁણૂર્શ્રીરુફૂ, ગ્૨ગ્ તથા ગ્૨ક્ષ્ મિટીંગ્સ, વિવિધ વિષયો પર નિષ્ણાંતોના સેમિનાર, ઍક્ઝિબિશન તથા સ્ટાર્ટઅપ સંબંધિત જુદાં-જુદાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ કોન્ફરન્સની આ બધી બાબતોથી અવગત થાય તથા માહિતગાર થાય અને સંબંધિત ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી ઘડી શકે તે માટે દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ આ કોન્ફરન્સમાં આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. 

જે અંતર્ગત તા.૪-૫-૨૦૨૬ ના રોજ આહવાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા સરકારી વિજ્ઞાન કોલેજના ૧૦૦ (સો) જેટલા વિદ્યાર્થીઓ આ વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં સહભાગી બન્યાં હતાં. આ કોન્ફરન્સ સાચા અર્થમાં વિદ્યાર્થીઓ માટે ઉપયોગી, જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની રહી હતી. 

આ કોન્ફરન્સમાં સહભાગી બનવા બદલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવાના આચાર્ય ડો. યુ.કે. ગાંગુર્ડે તેમજ સરકારી વિજ્ઞાન કોલેજ, આહવાના આચાર્ય ડો.ઍ.જી. ધારિયાઍ કોલેજના નોડલ અધિકારીઓ ડો. ઉમેશભાઈ હડસ અને પ્રા.વરૂણભાઈ રાઠોડે વાયબ્રન્ટ કોન્ફરન્સમાં નોંધણી કરી સહભાગી બનનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.