Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પારડીમાં શ્રી રામદેવપીર અને બાળ હનુમાનજી મંદિરનો પાટોત્સ

પારડીમાં શ્રી રામદેવપીર અને બાળ હનુમાનજી મંદિરનો પાટોત્સ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 પારડી, તા. ૦૫ ઃ બાળા હનુમાનજી અને રામદેવપીરના મંદિરોના પાટોત્સવનો ભવ્ય કાર્યક્રમ પારડી ખાતે યોજાયો હતો પારડી  દમણીઝાંપા વિસ્તારમાં બાળ હનુમાનજી તથા રામદેવપીરના મંદિરોના પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વૈશાખ સુદ પૂર્ણિમાના પાવન દિવસે, તા. ૧ મે ૨૦૨૬ના રોજ વિવિધ ધાર્મિક વિધિઓ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત સવારે ૮ઃ૦૦ કલાકે ગણેશ પૂજન સાથે ભોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, શોભાયાત્રા, ધ્વજ અને કળશ પૂજન જેવીવિધિઓ કરવામાં આવી હતી બપોરે હવન યજ્ઞ યોજાશે અને સાંજે મહા આરતી તથા મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા રાત્રે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંતશ્રી લક્ષ્મણરામબાપુ હાજરી આપી હતી. કાર્યક્રમનું આયોજન સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ પવિત્ર પ્રસંગે તમામ ભક્તજનોને હાજરી આપવા અને ધર્મલાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

જ્યાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્ના હતા આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન વાલ્મિકી સમાજના અગ્રણી પંકજભાઈ ગરણીયા, મગનભાઈ વાળોદરા રમેશભાઈ વાળોદરા, પ્રવિણભાઈ ગરણીયા, ઝીણાભાઈ મકવાણા, ચંદુભાઈ મકવાણા ધર્મેશભાઈ, ભગવાનજી ભાઈ સમસ્ત વાલ્મિકી ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું.