Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પારડીની શાળાઅોમાં ધો. ૧૨ વિ.પ્ર. અને સા. પ્ર. નું ૭૩.૫૮ ટકા પરિણામ

પારડીની શાળાઅોમાં ધો. ૧૨ વિ.પ્ર. અને સા. પ્ર. નું ૭૩.૫૮ ટકા પરિણામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 પારડી, તા. ૦૫ ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ સવારે ધોરણ ૧૨ સાયન્સ અને કોમર્સ વર્ષ ૨૦૨૫-૨૬  નું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પારડી સેન્ટરનો ૭૩.૫૮ ટકા પરિણામ રહ્નાં હતું. જ્યારે પારડી ડિસીઓ શાળાનું ૬૬.૦૨ ટકા રિઝલ્ટ રહ્નાં છે. પારડી ડીસીઓ હાઇસ્કુલ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે પ્રેરણા સુરેશભાઈ નાયકા ૯૭.૯૬ પર્સન્ટાઈલ, બીજા ક્રમે પ્રિયા કલ્પેશભાઈ પટેલ ૯૬.૦૯ પર્સન્ટાઈલ, ત્રીજા ક્રમે જીમિત કલ્પેશભાઈ પટેલ ૯૪.૧૦ પર્સન્ટાઈલ સાથે ટોપ ૩ માં રહ્ના હતા. જ્યારે કુલ ૧૫૬ વિદ્યાર્થીઓમાંથી ૧૦૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા હતા જ્યારે સામાન્ય પ્રવાહનું કેન્દ્રનું ૯૦.૬૦ ટકા પરિણામ રહ્નાં હતું, જ્યારે ડીસીઓ હાઇસ્કુલ શાળા નું ૯૬.૨૭ ટકા પરિણામ આવ્યું હતું. સામાન્ય પ્રવાહમાં શાળામાં પ્રથમ ક્રમે શિવા અનિલકુમાર ગુા ૯૮.૩૩ પર્સન્ટાઈલ, જીયા ભીખુભાઈ પટેલ ૯૮.૧૧ પર્સન્ટાઈલ અને અર્ચના ગુમાનસિંહ સોલંકી ૯૭.૦૯ પર્સન્ટાઈલ સાથે ત્રીજા ક્રમે રહ્ના હતા. સામાન્ય પ્રવાહમાં કુલ ૨૧૫ વિદ્યાર્થીઓમાંથી ૨૦૭ વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે ૮ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. 

બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ધી પારડી ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, ડીસીઓ શાળાના આચાર્ય સુનિલ પટેલ, શિક્ષકો, સ્ટાફ ઍ શુભેચ્છા પાઠવી હતી ધી પારડી ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત બી.આર.જે.પી.પારડીવાલા અંગ્રેજી માધ્યમ શાળાનું વર્ષ ૨૦૨૫-૨૬ નું ઍચ.ઍસ.સી બોર્ડ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭૭.૪૧ ટકા આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે રિદ્ધિ નીલેશભાઈ મિસ્ત્રી ૯૧.૮૫ ભ્ય્, બીજા ક્રમે ગુંજ કિરણભાઈ મોદી ૮૮.૬૨ ભ્ય્ અને ધૃતિ મુકેશ મોર્યા ૮૭.૫૭ પર્સેન્ટાઇલ સાથે ત્રીજા ક્રમે, હીર રાહુલ પટેલ ૮૬ ભ્ય્ , અક્ષત રાજેશભાઈ પટેલ ૮૪.૭૭ પર્સેન્ટાઇલ સાથે પાંચમા ક્રમે રહ્ના હતા તેમજ પારડી બી. આર. જે. પી. પારડીવાલા અંગ્રેજી માધ્યમ શાળાનું ઍચ.ઍસ.સી બોર્ડ સામાન્ય પ્રવાહનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું હતું. 

જેમાં પ્રથમ ક્રમે મૈત્રી તેજસ પ્રજાપતી ૯૩.૬૦ ભ્ય્, બીજા ક્રમે પલ મહેશ પટેલ ૮૯.૮૭ ભ્ય્, ત્રીજા ક્રમે સુભમ સુમીર રોય ૭૯.૮૭ ભ્ય્, ચોથા ક્રમે યશ કિરણ પટેલ ૭૯.૭૩ ભ્ય્ અને જહાનવી રસિક પટેલ ૭૯.૭૩ ભ્ય્ તેમજ દિયા જતીન ભંડારી ૭૯.૪૭ ભ્ય્ સાથે પાંચમા ક્રમે રહ્ના હતા.  વિધાર્થીઓઍ ઝળહળતો દેખાવ કર્યો હતો. આમ શાળાનું નામ રોશન કરવા બદલ શાળાનાં આચાર્ય ડૉ. ચંચલા ભટ્ટ તથા ધી પારડી ઍજ્યુકેશન સોસાયટીના ભ્ય્મુખ હેમંતભાઈ દેસાઈ અન્ય ટ્રસ્ટીઓ તથા સમગ્ર સ્ટાફે  વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.