Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પારડીની બી.આર.જે.પી. પારડીવાલા સ્કુલમાં વ્યાયામ શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

પારડીની બી.આર.જે.પી. પારડીવાલા સ્કુલમાં વ્યાયામ શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 પારડી, તા. ૦૫ ઃ બી. આર. જે. પી. પારડીવાલા સ્કૂલના વ્યાયામ શિક્ષક અશોક ટંડેલ સેવા નિવૃત્ત થયા છે ઍમના વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ધી પારડી ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત બી. આર. જે. પી. પારડીવાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા અશોકકુમાર નરસિંહભાઈ ટંડેલ તાજેતરમાં જ વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્ના છે. ઍમનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહરાખવામાં આવ્યો હતો. આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. રાજેશ્રી વલસાડ જિલ્લા શિક્ષણાઅધિકારી અનાવસ્યા કારણોસર હાજર રહી શક્યાં ન હતા. અતિથિમાં ડૉ. બિપીનભાઈ બી. પટેલ શિક્ષણ નિરીક્ષક જિલ્લા શિક્ષણાઅધિકારીની કચેરી વલસાડ જી.જી. ગળવી જિલ્લા રમત ગમત અધિકારી વલસાડ તથા તેજલબેન ડી. પટેલ વર્ગ  ૨ આચાર્ય સરકારી શાળા મગોદ ડુંગરી, વલસાડ ધી પારડી ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ જે. દેસાઈ, જયપ્રકાશ જી. દેસાઈ ટ્રસ્ટી શાળાના આચાર્ય ડૉ. ચંચલા ભટ્ટ, નિતિનભાઈ સોનવળે વલસાડ જિલ્લા વોલીબોલ ઍસોસિયેશનના મંત્રી કેતનભાઇ દેસાઈ મા ઉચ્ચ. માધ્યમિક ક્રિડા મંડળના મંત્રી ઍડવોકેટ કેયુરભાઈ  રણભૂમિ ડૉ. અભિરાજસિંહ ઠાકોર તેમજ ધર્મેશભાઈ પટેલ, મનુભાઈ વગેરે આચાર્યશ્રીઓ, સ્નેહીજનો, સગાસંબંધીઓ, સમગ્ર સ્ટાફ અને વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્નાં હતા. આમંત્રિત મહિમાનઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કર્યા બાદ મહેમાન ઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.  ત્યાર પછી મંચસ્થ મહાનુભવોને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નિતીનભાઈઍ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. શાળાના આચાર્ય ડૉ. ચંચલા ભટ્ટે અશોક સરે ૨૧ વર્ષ સુધી શાળામાં કરેલી નિસ્વાર્થ કામગીરીને બિરદાવી હતી અને શાળાને અપાવેલી વિશેષ સિદ્ધિઓનો પરિચય કરાવ્યો હતો.