Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પારડી હાઈવે અકસ્માત ઝોન બન્યો

પારડી હાઈવે અકસ્માત ઝોન બન્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૫ ઃ પારડીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ન.૪૮ પર રોજના લાખો વાહનો ની અવરજવર થતી હોય છે. જેમાં વાહનોને પસાર થવા ૩ ટ્રેક આપવામાં આવ્યા છે. પ્રથમ ટ્રેક પર ટુ વ્હીલર, ફોર વ્હીલર તેમજ બીજા ટ્રેક બસ સહિત પેસેન્જર વાહનો અને ત્રીજા ટ્રેક પર ટ્રક સહીત ભારે વાહનોને પસાર થવાના નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે હાલ જોઈઍ તો, હાઇવેના પ્રથમ ટ્રેક પર ૯૦ટકા ટ્રક-ડમ્પર-કન્ટેનર વગેરે ભારે વાહનો હંકારતા હોય છે. જેના કારણે નિર્દોષ લોકો અકસ્માતના ભોગે ચઢે છે. તંત્રદ્વારાકેમેરા આરટીઓ પોલીસ દ્વારા ઈ-ચલણ અંદાજે રૂ. ૨ હજાર દંડ તથા તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતો હોય છે. તેમ છતાંયે ભારે વાહન ચાલકો નિયમોને નેવે મૂકી ફર્સ્ટ ટ્રેક પર વાહનો હંકારતા હોય છે. જેના માટે ખાસ કરીને જિલ્લા હાઇવે ટ્રાફિક પોલીસ રોજના નિયમિત પેટ્રોલિંગ હાઇવે પર કરે તે જરૂરી છે. પારડી મામલતદાર કચેરી, ચાર રસ્તા બ્રિજ, મહેતા હોસ્પિટલ, પ્રજાપતિ હોલ, શ્રીનાથ હોટલ પાસે, ખડકી બ્રિજ પર કેટલાક નિર્દોષ લોકો ભારે વાહનોની અડફેટે ભોગ બન્યા છે. ત્યારે જવાબદાર તંત્ર લાલ આંખ કરે તેવી ચર્ચા ઍ જોર પકડ્યું છે. ભારે વાહનો, ટ્રાન્સપોર્ટ સંચાલકો ડ્રાઈવરોને હાઈવેના નિયમોનું પાલન તથા નશો કરીને વાહન ન હંકારવું જેવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચના આપે તે જરૂરી છે. પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ હળપતિ ઍ જણાવ્યું હતું કે, ચોમાસા બાદ પણ હાઈવેની કેટલીક રીપેરીંગ કામગીરી હાઇવે ઓથોરિટી દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી. સર્વિસ રોડની સાઈડ પર ખાડા, સરખી રીતે રીપેરીંગ પણ ન કરતા અકસ્માત સર્જાતા હોય છે. તેમજ પારડી હાઇવે પર થતા અકસ્માતો અંગે કહ્નાં કે હાઈવે ના લેન પર નિયમોનું ભંગ કરી રોંગ લેન પર ભારે વાહનો હંકારતા અકસ્માતને આમંત્રણ આપે છે. ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે ધ્યાન દોરે તે ખુબ જ જરૂરી છે. જેથી વધતા જતા અકસ્માતો પર રોક લગાવી શકાય.