Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પારડી માર્કેટમાં કેરીની આવક શરુ

પારડી માર્કેટમાં કેરીની આવક શરુ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૫ ઃ પારડી તાલુકાના ગામડાઓમાં કેરી ખેડૂતોઍ વાડી પરથી ઉતારવાની શરૂ કરી છે અને હાલમાં પારડી કેરી માર્કેટમાં વેચાણ માટે ખેડૂતોઍ કેરી વેપારીઓને આપવાની શરૂઆત કરી છે પારડી તાલુકાના ગામડાઓમાં મે માસની શરૂઆત થતાની સાથે જ ખેડૂતોઍ તૈયાર કેરી ઉતારવાની શરૂઆત કરી છે અને પારડી કેરી માર્કેટમાં વેચાણ અર્થે ખેડૂતો વેપારીઓ પાસે લાવી રહ્ના છે. જાણીતા વેપારી બચુભાઈ ઍ જણાવ્યું હતું કે, હાલમાં હાફૂસ કેરીના ઍક માળના ૨૦ કિલોના ૧૦૦૦ થી ૧૩૦૦ જેટલો ભાવ ચાલી રહ્ના છે જ્યારે કેસર કેરીના ઍક મણ ૨૦ કિલોના ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલો ભાવ ચાલી રહ્ના છે પરચુરણ કેરીનો ભાવ ૧,૦૦૦ ના નીચે ચાલી રહ્ના છે શરૂઆતના તબક્કા થી જ કેસર અને હાફૂસ બંને કેરીના ભાવ ૧,૦૦૦ ઉપર છે. આગળ તૈયાર થયેલી કેરી ખેડૂતો બજારમાં લઈને આવી રહ્ના છે. જેમને માર્કેટના ભાવ મુજબ કેરીના ભાવો આપવામાં આવી રહ્ના છે. આમ શરૂઆતથી કેરી માર્કેટમાં હજાર ઉપર નો ભાવ મેળવી રહી છે ખેડૂતોને હજી વધારે ભાવની આશા છે તો આગામી દિવસોમાં કેરીના ભાવ હજી વચ્ચે કે કેમ ઍ માર્કેટ ઉપર આધારિત છે.