Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી કેન્દ્રનું ધો. ૧૨ સા.પ્ર. અને વિ.પ્ર.નું ૯૩.૯૯ ટકા પરિણામ

વાપી કેન્દ્રનું ધો. ૧૨ સા.પ્ર. અને વિ.પ્ર.નું ૯૩.૯૯ ટકા પરિણામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૫ ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં વાપી કેન્દ્રનું પરિણામ ૯૩.૯૯ ટકા રહેતા વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો તથા વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૬માં લેવાયેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયું છે. જેમાં વાપી કેન્દ્રનું સામાન્ય પ્રવાહમાં ૧૯૮૧ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૮૬૨ વિદ્યાર્થીઓ પાસ જાહેર વાપી કેન્દ્રનું પરિણામ ૯૩.૯૯ ટકા જાહેર થયું છે. જેમાં મોટાભાગની ઍટલે કે ૧૧ જેટલી સ્કૂલોમાં પરિણામ ૧૦૦ ટકા જાહેર થયું છે. તેવી જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં વાપી કેન્દ્ર પરથી ૯૨૮ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી. જેમાંથી ૭૦૫ વિદ્યાર્થી પાસ જાહેર થયા છે અને ૨૨૪ વિદ્યાર્થી નાપાસ જાહેર થતાં વાપી કેન્દ્રનું પરિણામ ૭૫.૫૭ ટકા જાહેર થયું છે. જોકે આજે સવારે ૧૦ઃ૦૦ કલાકે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ઓનલાઇન પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.