Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ દોલત ઉષા ઇન્સ્ટિટ્યૂટનો વાર્ષિક તથા પારિતોષિક વિતરણ સમારંભ યોજાયો

વલસાડ દોલત ઉષા ઇન્સ્ટિટ્યૂટનો  વાર્ષિક તથા પારિતોષિક વિતરણ સમારંભ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૫ ઃ   વલસાડ દોલત ઉષા ઇન્સ્ટિટ્યૂટનો ૧૯મો વાર્ષિક તથા પારિતોષિક વિતરણ સમારંભ યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે મુંબઈ ઇસ્કોન મંદિરનાં વાઇસ પ્રેસિડન્ટ ગોકુલેશ પ્રભુ પધાર્યા હતાં, અને મુખ્ય મહેમાનપદે  નૂતન કેળવણી મંડળના મંત્રી  કિર્તીભાઇ દેસાઈ ઉપસ્થિત રહ્ના હતાં. તદુપરાંત  ગોકુલેશ પ્રભુ સાથે તેમના શિષ્ય  અનંત નરસિંહદાસ પ્રભુ પણ પધાર્યા હતાં. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે પ્રો. ખુશીબેન પટેલ અને સાથીઓઍ કરી હતી. ત્યારબાદ સંસ્થાના વડા ડો. સ્નેહલભાઈ જોશીઍ સંસ્થાની પ્રગતિ અને વાર્ષિક અહેવાલ રજુ કરેલ હતો. ઉપસ્થિત વિશેષ અતિથિ તેમજ શ્રી નૂતન કેળવણી મંડળના માનદ સેક્રેટરી કીર્તિભાઈ દેસાઈઍ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતાં.

સમારંભના મુખ્ય મહેમાન  ગોકુલેશ પ્રભુ જેઓ આઈ.આઈ.ટી.થી માસ્ટર્સ ડિગ્રી કરેલ છે. તથા ઇસ્કોન (મુંબઈ) સંસ્થાના ઉપપ્રમુખ છે, પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકમિત્રોને પ્રેરણાદાયક ઉદબોધન કરેલ હતું. સમારંભમાં કુલ ૩૭ વિદ્યાર્થીઓને શિક્ષણ તેમજ રમતગમતમાં વિશેષ સિદ્ધિ બદલ પારિતોષિકો આપી સન્માનિત કર્યા હતાં. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડો. પ્રેમલબેન શાહ તથા ડો. રજનીતબેન સૈની ઍ કરેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના વડા ડો. સ્નેહલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ પ્રાધ્યાપકમિત્રો અને વિદ્યાર્થીઓઍ ભારે જહેમત ઉઠાવી હતી.