વલસાડના ૭ કરાટેવીરોઍ ૧ ગોલ્ડ મેડલ, અને ૩ બ્રોન્ઝ મેડલ મેળવ્યા
- byDamanganga Times
- 06 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં વલસાડ જિલ્લા દ્વારા ડિવાઇન સ્પોર્ટ્સ ઍન્ડ શોટોકન કરાટે ઍસોસિયેશન ઇન્ડિયા (ઝ઼લ્લ્ધ્ખ્ત્)ના પ્રમુખ જનરલ સેક્રેટરી કોચના માર્ગદર્શન હેઠળ તાલીમ લેતા ૭ કરાટેવિરો ભાગ લીધો હતો અને કરાટેકાઓઍ સારુ પ્રદર્શન કરી ૧ ગોલ્ડ મેડલ, અને ૩ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓથી સિલેક્ટ થયેલા ૮૦૦થી વધુ કરાટેકાઓઍ ભાગ લીધો હતો.
વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આયોજિત ગુજરાત રાજ્ય કરાટે ચેમ્પયનશિપ ૨૦૨૬ યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓથી સિલેક્ટ થઈ આવેલા ૮૦૦થી વધુ કરાટેકારોઍ ભાગ લીધો હતો. જેમાં વલસાડ જિલ્લા તરફથી ડિવાઇન સ્પોર્ટ્સ ઍન્ડ શોટોકન કરાટે ઍસોસિયેશન ઇન્ડિયા (ઝ઼લ્લ્ધ્ખ્ત્)ના પ્રમુખ શિહાન વિગ્નેશ પટેલ અને જનરલ સેક્રેટરી શિહાન હિતેશ પટેલ, તથા કોચ શૌર્ય પરમારના માર્ગદર્શન હેઠળ તાલીમ લેતા ૭ કરાટેવિરો ભાગ લીધો હતો અને કરાટેકારોઍ સોથી સારુ પ્રદર્શન કરી ૧ ગોલ્ડ મેડલ, અને ૩ બ્રોન્ઝ મેડલ પ્રા કર્યા હતાં.
હ્લીહાન મોદી ગોલ્ડ મેડલ, ધ્યેય પટેલ બ્રોન્ઝ મેડલ રાગ વિચારે બ્રોન્ઝ મેડલ, સ્નેહ ભંડારી બ્રોન્ઝ મેડલ ગોલ્ડ મેડલ જીતનાર હ્લીહાન મોદી તા.૦૪થી ૦૭ જૂને દેહરાદૂન, ઉતરાખંડમાં યોજાનારી નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સેલેક્શન થયું છે. કરાટેવિરોઍ રાજ્ય કક્ષાઍ મેડલ્સ જીતી વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
હેંસી કલ્પેશ ખત્રી (પ્રમુખ કરાટે ડો. ફેડરેશન ગુજરાત) જેઓઍ વિનરઓને મેડલ અને સર્ટિફિકેટ આપી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
