Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે બે મહિલા દાવેદારો

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે બે મહિલા દાવેદારો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૪ ઃ વલસાડ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો પૈકી ૩૫ બેઠકો ભાજપ અને ઍક અપક્ષના ફાળે ગઈ ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે ઓબીસી મહિલામાં વલસાડની કોસંબા અને ઉમરગામના ખતલવાડા બેઠક પરથી ચૂંટાયેલી મહિલા વચ્ચે પ્રમુખ માટેની રસાકસી જામી છે. વલસાડ જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ હવે સત્તાના સૂત્રો કોના હાથમાં જશે તેને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની બેઠક બ્ગ્ઘ્ મહિલા માટે અનામત હોય, ભાજપના બે દિગ્ગજ મહિલા વિજેતાઓ વચ્ચે પ્રમુખ બનવા માટે રસાકસી જામી છે. જિલ્લા પંચાયતની બાગડોર સંભાળવા માટે હાલ બે નામો સૌથી વધુ ચર્ચામાં છે.

વલસાડની કોસંબા બેઠક પરથી હેતલબેન જીતેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બિનહરીફ વિજેતા હોવાથી તેમનું પલ્લું ભારે મનાઈ રહ્નાં છે.  ઉમરગામની ખતલવાડા બેઠક પરથી ભાવિનીબેન દિનેશભાઈ માછી તેમણે ૧૦,૯૨૪ મતોની જંગી સરસાઈ સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. મોટી લીડ સાથે જીત મેળવનાર ભવિનીબેન માછી  પણ પ્રમુખ પદના મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

હવે જોવાનું ઍ રહેશે કે જિલ્લા ભાજપ સંગઠન અને પ્રદેશ નેતૃત્વ કોના નામ પર મહોર મારે છે. વલસાડ જિલ્લા પંચાયતની  સંખ્યાકુલ બેઠકો ૩૬ બેઠકોમાંથી ૦૪ બેઠકો બિનહરીફ બેઠકોમાં  વલસાડની ૩, ઉમરગામની ૧  આવી હતી. જ્યારે ૩૨ બેઠકો પર  ચૂંટણી યોજાઈ જેમાં બેઠકો ૩૧ ભાજપ અને સરીગામ બેઠક અપક્ષ ઉમેદવાર લઈ ગયા હતાં. ઉમરગામની સરીગામ જિલ્લા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારે વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા છે. જે ભાજપ-કોંગ્રેસ વચ્ચેના જંગમાં ઍક મહત્વનું પાસું સાબિત થયું છે. જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી બાદ હવે ભાજપ શાસન ધુરા સંભાળશે તે નિડ્ઢિત છે, પરંતુ પ્રમુખ પદની પસંદગીમાં ભૌગોલિક સમીકરણો અને સંગઠન પ્રત્યેની વફાદારીને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. આગામી દિવસોમાં પ્રદેશ સંગઠન દ્વારા નિરીક્ષકોની હાજરીમાં પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.