Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ શ્રી માહ્નાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળને શૈક્ષણિક ફંડ આપ્યું

વલસાડ શ્રી માહ્નાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળને શૈક્ષણિક ફંડ આપ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૪ ઃવલસાડ તાલુકાના ચણવઈ ગામના વતની, સંસ્થાના મંત્રી, પોતાના માતા પિતા સ્વ.ભાનુબેન અને સ્વ.ગુલાબભાઈ ના સ્મરણાર્થે સંસ્થા દ્વારા ચાલતી સોસીયલ મેડિકલઈમ પોલીસીનું સમાજના નિરાધાર વડીલો માટે -તિ વર્ષે -ીમિયમ ભરનાર  સેવાભાવી દંપતિ  હેમાંગીનીબેન તેમજ  બિપીનભાઈ ગુલાબભાઈ સુરતીઍ પોતાના ગામ ચણવઈ  ગામે  ઘર (રામીકેશ)બનાવ્યું છે.રામીકેશ ના વાસ્તુ પૂજાનના મંગળ અવસરે દિકરી  ભૂમિના હસ્તે શ્રી માહ્નાવંશી વિદ્યાર્થી -ગતિ મંડળ, વલસાડ સંસ્થાના સલાહકાર ગીજેન્દ્રભાઈ પીઠાવાલા તેમજ  ભરતભાઈ પટેલને શૈક્ષણિક ફંડ માટે રૂ.૨૫,૦૦૧ નું દાન આપી સમાજને ઍક નવી રાહ ચીંધી છે. સંસ્થા પરિવાર દાનનો ર્હદયથી સ્વીકાર કરી આભારની લાગણી વ્યક્ત કરે છે તેમજ બિપીનભાઈ અને ઍમના પરિવારને ઍમના સુંદર મજાના ઘર, રામીકેશ માટે અભિનંદન પાઠવે છે અને ઍમના ઉમદા વિચારોની સરાહના કરે છે.