Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાંસદાની વિવિધ શાળાઓમા ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર

વાંસદાની વિવિધ શાળાઓમા ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર


વાંસદા, તા.૦૪ ઃ વાંસદા તાલુકાની વિવિધ શાળાઓના ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના  પરિણામ જાહેર થયા. જેમાં શ્રી પ્રતાપ હાઇસ્કુલ વાંસદાનું સામાન્ય પ્રવાહમાં ૮૭.૪૪ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ૭૫.૭૬ ટકા પરિણામ આવ્યું હતું.   શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ સામાન્ય પ્રવાહ ૧૦૦ ટકા જેમાં ખુશીકુમારી ઠાકરે ૮૫.૭૧ ટકા, બીજા ક્રમે જીનલકુમારી ચૌધરી ૭૯ ટકા, ત્રીજા ક્રમે કિન્નરી દળવી ૭૮.૫૭ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ૯૧ ટકા પરિણામ આવ્યું હતું,  જેમાં પ્રથમ ક્રમે મહિમાબેન રાજપૂત ૮૩.૫૪ ટકા, બીજા કિષ્નાકુમારી પટેલ ૭૪.૯૨્રુ, ત્રીજા ક્રમે હેતસ્વીકુમારી ભોયા ૭૪.૧૪ ટકા, કિંજલ રાઠોડ ૭૪.૧૫ ટકા અને ખુશ્બુકુમારી ચૌધરીઍ ૭૪.૧૫ ટકા મેળવ્યા હતાં. શ્રી ઍલ.આર.કોન્ટ્રાક્ટર વિદ્યાલય પીપલખેડ સામાન્ય પ્રવાહમાં ૯૨.૧૫ ટકા જેમાં પ્રથમ દીક્ષિત કુંવર ૮૦.૪૨ ટકા, બીજા ક્રમે શ્વેતા કરુગળા ૭૮.૭૧ ટકા, ત્રીજા ક્રમે દેશમુખ યશવી કુમારી ૭૮.૨૮ ટકા મેળવ્યા હતાં અને વિજ્ઞાન પ્રવાહનું ૬૪.૮૧ ટકા પરિણામ આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે નેહાલી ગાંવિત ૭૯.૨૩ ટકા, નિશાબેન દેશમુખ ૬૯.૦૭ ટકા, ત્રીજા ક્રમે રિતિકાબેન થાલકર ઍ  ૬૬.૭૬ ટકા મેળવ્યા હતાં. શેઠ શ્રી પી.પી. સવાણી માધ્યમિક શાળા સરા સામાન્ય પ્રવાહનું ૯૮.૩૦ ટકા પરિણામ આવ્યું હતું. જેમાં પ્રથમ અંકિતાબેન મહાકાળ ૮૪.૫૭ ટકા, બીજા ક્રમે જયેશભાઈ કુકણા ૮૨.૨૮ ટકા, રોનકભાઈ પટેલ ૮૨.૨૮ અને ત્રીજા ક્રમે અંકિતાબેન પટેલ ઍ ૭૯.૪૩્રુ મેળવ્યા હતા.  આશા વિરેન્દ્ર મજમુદાર ઇંગલિશ ઍકેડમી વાંસદા વિજ્ઞાન પ્રવાહનું ૮૩.૩૩ ટકા પરિણામ આવ્યું હતું.   શ્રીયમ ઍમ.પી. કાપડિયા વિદ્યામંદિર ગંગપુર સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું. જેમાં પ્રથમ જૈનિશા ગાઇન ૮૧.૪૨ ટકા, બીજા ક્રમે રોહિતભાઈ ચૌધરી ૮૦.૫૭ ટકા, ત્રીજા ક્રમે રીનાબેન ગાંવીતે  ૮૦્રુ મેળવ્યા હતાં.શ્રી જે.બી. પાંચાલ  માધ્યમિક અને ગરાસિયા જમનાબા  ઉચ્ચતર માધ્યમિક શાળા લિમઝર સામાન્ય પ્રવાહનું  ૯૯.૨૦ ટકા પરિણામ આવ્યું હતું. જેમાં પ્રથમ ચૌધરી શીતલ ૮૧ ટકા, બીજા ક્રમે કશિશ ૭૭.૭૧ ટકા, ત્રીજા ક્રમે પઢેર રૂતાલી ૭૭.૨૯ ટકા અને પટેલ મિતેશ ઍ ૭૭.૨૯ ટકા મેળવ્યા હતા.  માધ્યમિક ગ્રામ શાળા પ્રતાપ નગર સામાન્ય પ્રવાહનું ૯૯.૩ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું  ૬૨.૩૮ ટકા પરિણામ આવ્યું હતું. પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરનું  સામાન્ય પ્રવાહ ૯૮.૨૧ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ૭૩.૯૧ ટકા પરિણામ આવ્યું હતું. વન વિદ્યાલય આંબાબારી શાળામાં સામાન્ય પ્રવાહનું ૯૧.૫૨ ટકા પરિણામ આવ્યું હતું જેમાં પ્રથમ દર્શનાબેન ચૌહાણ ૮૩.૪૨ ટકા, બીજા ક્રમે માર્થાબેન ચવધરી, ત્રીજો ક્રમ તૃકુમારી પટેલ ઍ ૭૭.૮૫ ટકા મેળવ્યા હતા.