વલસાડ શેઠ આર જે. જે. હાઇ. ધો. ૧૨ સામાન્ય, વિજ્ઞાન પ્રવાહ પરિણામ જાહેર
- byDamanganga Times
- 05 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૪ ઃ વલસાડની શેઠ આર જે.જે. હાઇસ્કુલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં શાળાના ૬૨ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જેમાં ૬૨ વિદ્યાર્થી પાસ થતાં શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. શાળામાં પ્રથમ નંબર વ્રજ જીગ્નેશભાઈ પટેલના ૯૧.૨૯ ટકા પરિણામ આવતા ખ્૧, બીજા નંબરે નિયતિ કનુભાઈ પટેલના ૯૧.૦૭ ટકા આવતા ખ્૧, ત્રીજા નંબરે ભૂમિકા દિનેશકુમાર રાવલ ૯૦. ૫૩ ટકા સાથે ખ્૨, ચોથા નંબરે વિદ્યા ચિરાગ ઉપાધ્યાય ૮૭.૪૩ ટકા સાથે ખ્૨ પાંચમા નંબરે નીતિયા રાજન મોદી ૮૬.૮૬ ટકા ખ્૨ આવ્યો છે.
તેવી જ રીતે વલસાડની શેઠ આર જે જે હાઈસ્કૂલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં શાળા ના ૧૧૯ વિદ્યાર્થીઓ માંથી ૧૧૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ૫ વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું ૯૫.૮૦ ટકા પરિણામ આવ્યું છે. શાળામાં પ્રથમ નંબરે ધ્યેય રીતેશકુમાર પટેલ ના ૯૭.૨૩ ટકા સાથે ખ્૧ આવ્યો છે. બીજા નંબરે હર્ષ નિલેશભાઈ મકવાણા ના ૯૫.૮૫ ટકા સાથે ખ્૧, ત્રીજા નંબરે વિદિશા હિતેશ પટેલના ૯૧.૬૯ ટકા સાથે ખ્૧, ચોથા નંબરે હેની પ્રમોદ રાય પટેલ ના ૯૧.૩૮ ટકા સાથે ખ્૧, પાંચમા નંબરે જલ સંજય કુમાર સોલંકી ૯૦.૯૨ ટકા સાથે ખ્૧ આવ્યો છે. ઍવન માં આવનારા તમામ વિદ્યાર્થીઓને શેઠ આર જે.જે. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ફાલ્ગુનીબેન દેસાઈઍ શુભેચ્છા પાઠવી હતી.
